NavBharat
Politics/National

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા BJPનો ચૂંટણી ઢંઢેરો જાહેર, મફત શિક્ષણ, ધો. 12 પાસને સ્કૂટી, નોકરી સહિત જાણો મેનિફેસ્ટોની આ 10 મહત્વની વાતો

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ તેનો સંકલ્પ પત્ર (ચૂંટણી ઢંઢેરો) બહાર પાડ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુરુવારે પાર્ટી હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો બહાર પાડ્યો. દરમિયાન પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી, કેન્દ્રીયમંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ અને પૂર્વ સીએમ વસુંધરા રાજે સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.

મેનિફેસ્ટો બહાર પાડતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, મેનિફેસ્ટો માત્ર કાગળ પર લખેલા શબ્દો નથી પરંતુ, તે અમારા માટે એક વાક્ય છે, જેને પૂર્ણ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. આપણો ઈતિહાસ સાક્ષી છે કે જે વચન આપ્યું હતું તે અમે પૂરું કર્યું છે.

ભાજપના ચૂંટણી ઢંઢેરાની 10 મહત્ત્વની બાબતો

1. ખેડૂતોના ઉત્થાન માટે ઘઉંની ઉપજ રૂ. 2700 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવશે. આ માટે MSP પર બોનસ આપવામાં આવશે. તેમ જ જે ખેડૂતોની જમીન જપ્ત કરવામાં આવી છે. તે ખેડૂતોને પરત કરવામાં આવશે.
2. મહિલા સુરક્ષા માટે દરેક જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશન ખોલવામાં આવશે, જેમાં મહિલા ડેસ્કની સુવિધા હશે. દરેક શહેરમાં એન્ટી રોમિયો સ્કવોડની રચના પણ કરવામાં આવશે.
3. લાડો પ્રોત્સાહક યોજના લાવશે, જે હેઠળ સરકાર દરેક બાળકીના જન્મ પર રૂ. 2 લાખના બચત બોન્ડ આપશે. જ્યારે બાળકી છઠ્ઠા ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે તેના ખાતામાં વાર્ષિક રૂ. 6 હજાર જમા કરવામાં આવશે. ઉપરાંત, જ્યારે તે 9મા ધોરણમાં પહોંચશે ત્યારે તેના ખાતામાં દર વર્ષે રૂ. 8 હજાર અને જ્યારે તે 10મા ધોરણમાં આવશે ત્યારે રૂ. 10 હજાર, 11મા ધોરણમાં રૂ. 12 હજાર અને 12મા ધોરણમાં આવે ત્યારે રૂ. 14 હજાર જમા થશે. આ પછી પ્રોફેશનલ વર્કના અભ્યાસ માટે રૂ. 15 હજાર અને જ્યારે છોકરી 21 વર્ષની થશે ત્યારે તેના ખાતામાં વધુ રૂ. 1 લાખની મુશ્ત રાશિ જમા કરાશે.
4. મફત શિક્ષણની જોગવાઈ હશે. KGથી PG સુધીની વ્યવસ્થા વિનામૂલ્યે કરવામાં આવશે. મુખ્યમંત્રી મફત સ્કૂટી યોજના હેઠળ ધો. 12 પાસ કરી ચૂકેલી વિદ્યાર્થિનીઓને સ્કૂટી અપાશે.
5. લખપતિ દીદી યોજના હેઠળ 6 લાખ ગ્રામીણ મહિલાઓને તાલીમ આપશે. તેમને સશક્ત બનાવવા માટે નાણાકીય સહાય પણ અપાશે.
6. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને દરેક ઘરેલુ ગેસ સિલિન્ડર પર રૂ. 450ની સબસિડી અપાશે.
7. માતૃ વંદન યોજના હેઠળ, ગર્ભવતી મહિલાઓને આપવામાં આવતી રકમ રૂ.5 હજારથી વધારીને 8 હજાર કરવામાં આવશે.
8. દર વર્ષે ગરીબ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓના બેંક ખાતામાં રૂ. 1200 જમા કરવામાં આવશે, જેથી કરીને તેઓ સ્કૂલ ડ્રેસ અને પુસ્તકો ખરીદી શકે.
9. AIIMS અને IIT ની તર્જ પર, રાજસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી અને રાજસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ દરેક વિભાગમાં ખોલવામાં આવશે.
10. પાંચ વર્ષમાં અઢી લાખ યુવાનોને સરકારી નોકરી અપાશે.

Related posts

સંયુક્ત રાષ્ટ્રએ પણ માન્યું મોદી-શાહની જોડીનું ઉમદા કાર્ય, ભારતને મળી નવી ઓળખ

Navbharat

નિઝામાબાદમાં અમિત શાહની ચૂંટણી રેલી, BRS સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- BRS સરકારે તેલંગાણાને બરબાદ કરી દીધું..!

Navbharat

રાજસ્થાનમાં સીએમ યોગીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું- જ્યારે પણ દેશ પર સંકટ આવે છે ત્યારે કોઈ ઇટાલી જાય છે તો કોઈ…!

Navbharat