NavBharat
Sport

ભારત-આફ્રીકા વચ્ચેની ટી-20 મેચ પહેલા હવામાનને લઈને આવ્યું મોટું અપડેટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવવાની હતી. પરંતુ વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી ત્યારે બીજી મેચમાં પણ વરસાદ થઈ શકે છે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચ રમાય એ પહેલા જ વરસાદે દર્શકોની મજા બગાડી હતી. ટીમ ઈન્ડિયા જબરજસ્ત ફોર્મમાં છે. ત્યારે આફ્રીકા સામે કડી ટક્કર થાય તેવી શક્યતા આ સિરીઝમાં છે દક્ષિણ આફ્રિકામાં બંને ટીમો વચ્ચે 7 T20 મેચ રમાઈ છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ 5 ટી20 મેચ જીતી છે અને માત્ર 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ પ્રથમ મેચ બાદ બીજી મેચમાં પણ વરસાદ વિઘ્ન બની શકે છે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા આ બંને ટીમો વચ્ચે T20 સિરીઝની બીજી મેચ આવતીકાલે એટલે કે 12મી ડિસેમ્બરે રમાશે પરંતુ આ મેચમાં પણ વરસાદનો ખતરો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે ગકેબરહા શહેરમાં વરસાદની 60 ટકા શક્યતા છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ ડરબનના કિંગ્સમીડ મેદાન પર વરસાદને કારણે રમાઈ શકી ન હતી. હવે બંને ટીમો વચ્ચે બીજી T20 મેચ ગકેબરહા શહેરના સેન્ટ જ્યોર્જ પાર્ક ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પરંતુ આ મેચ પહેલા હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે જે ક્રિકેટ ચાહકોનું દિલ તોડી શકે છે.  T20 સિરીઝની બીજી મેચ આવતીકાલે એટલે કે 12મી ડિસેમ્બરે રમાશે પરંતુ આ મેચમાં પણ વરસાદનો ખતરો છે. કેમ કે, ગકેબરહાનું તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. આ મેચ દક્ષિણ આફ્રિકાના સમય અનુસાર સાંજે 5 વાગ્યાથી રમાશે. ત્યારબાદ હવામાનમાં થોડો સુધારો જોવા મળી શકે છે. 

અગાઉ રમાય એ પહેલા જ સતત વરસાદના કારણે મેચમાં ટોસ થઈ શક્યો નહોતો. આવી સ્થિતિમાં સીરિઝની બાકીની બે મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની બની રહી છે.

Related posts

બીચ ગેમ્સ 2024 દીવ

Navbharat

ભારત વિ વેસ્ટ ઈન્ડિઝ બીજી ટેસ્ટ

Navbharat

NZ Vs SL: ટ્રેન્ટ બોલ્ટ સામે શ્રીલંકાના બેટ્સમેન ઘૂંટણીએ! વર્લ્ડ કપમાં રચ્યો ઇતિહાસ, બન્યો નંબર 1 કીવી બોલર

Navbharat