NavBharat
Tech

Whatsappના યુઝર્સ માટે આવ્યા મોટા અપડેટ! હવે મળશે આ નવું ફીચર, આ રીતે કરશે કામ!

Whatsapp તેના યુઝર્સ માટે સમય સમય પર નવા સુધારા અને વિકલ્પ લાવે છે. આ દિશામાં કંપનીએ તાજેતરમાં કેટલાક નવા ફેરફાર કર્યાં છે. હવે ડેસ્કટોપ અને વેબ વર્ઝન પર પણ વ્યૂ વન્સ વિકલ્પ આપવામાં આવી રહ્યો છે. જો કે, આ ફીચર યુઝર્સને પહેલા પણ ઉપલબ્ધ હતો, પરંતુ કેટલાક સુરક્ષા કારણોસર તેને હટાવી દેવામાં આવ્યો હતો.

Whatsapp એ થોડા સમય પહેલા ડિસપિઅરિંગ મેસેજીસ ફીચર રજૂ કર્યું હતું, તેને ચાલુ કર્યા પછી, તમારા મોકલેલા સંદેશાઓ પસંદ કરેલા સમયે કાઢી નાખવામાં આવે છે. હવે યુઝર્સ વ્યૂ વન્સ સાથે ચેટમાં ફોટા અને વીડિયો પણ મોકલી શકશે. આ લેટેસ્ટ ફીચર હાલમાં ફક્ત એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. જો કે, આ ફીચર અગાઉ ડેસ્કટોપ અને વેબ વર્ઝન પર પણ ઓફર કરવામાં આવ્યું હતું. જો કે, સુરક્ષા કારણોસર તેને કાઢી નાખવામાં આવ્યું હતું.

હવે ફરી એકવાર આ ફીચર યુઝર્સને આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ, આ ફીચર હવે કેટલાક સિલેક્ટેડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ એપ્લિકેશનના નવા વર્ઝનમાં મળી શકે છે. તેથી, પહેલા ખાતરી કરો કે તમે નવું વર્ઝન ડાઉનલોડ કર્યું છે. આ પછી યુઝર્સને આ વિકલ્પ મળશે. એટલે કે, જો તમે ઇચ્છો, તો તમે અન્ય યુઝર્સને કોઈપણ ડેટા વ્યૂ વન્સ સાથે મૂકલી શકો છો.

Related posts

ભારતના સૌથી મોટા રોબોફેસ્ટ-ગુજરાત 3.0નો ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમ અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાયો

Navbharat

કોન્ગા રેવન્યુ લાઇફસાઇકલ ક્લાઉડ સાથે ટ્રાન્સફોર્મેટિવ ગ્રોથ માટે કોંગા સેટ

Navbharat

ગૂગલે ગુમાવેલા $4 બિલિયન એઆઈ સુપરસ્ટાર્સને મળો.

Navbharat