NavBharat
Entertainment

KGF ફિલ્મના ચાહકો માટે મોટા સમાચાર, આવી રહ્યો છે ત્રીજો ભાગ 

KGF ફિલ્મના ચાહકો માટે મોટા સમાચાર એ આવી રહ્યા છે કે પ્રશાંત નીલ ત્રીજા ભાગ પણ કામ કરશે. જેની સ્ક્રિપ્ટ પણ રેડી છે. 

કેજીએફ ફિલ્મને લઈને દર્શકોમાં મોટો ઉત્સાહ સતત જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના બે પાર્ટ આવી ચૂક્યા છે. ફિલ્મે દર્શકોમાં ભારે ઉત્સાહ જતાવ્યો છે ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવી રહ્યો છે. મીડીયા અહેવાલો અનુસાર રશાંત નીલે ત્રીજા ભાગને મંજૂરી આપી છે. આ માટે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે. 

કન્નડ સિનેમાની બ્લોકબસ્ટર સાબિત થયેલી ફિલ્મના સુપરસ્ટાર યશને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો. 2018માં રિલીઝ થયેલો પહેલો ભાગ ખૂબ જ પસંદ આવ્યો હતો, પરંતુ 2022માં રિલીઝ થયેલો બીજો ભાગ બોક્સ ઓફિસ પર પણ સુપર હિટ રહ્યો હતો. તેની શાનદાર વાર્તા અને એક્શન સિક્વન્સથી લોકોના દિલ જીતનાર આ ફિલ્મ જોયા પછીથી દરેક લોકો ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે ફિલ્મના નિર્દેશકે તેના ત્રીજા ભાગને મંજૂરી આપી દીધી છે.

કેજીએફ ચેપ્ટર 2ની કમાણી વિશે વાત કરીએ તો, ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર લગભગ 1250 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હવે ચાહકો ફિલ્મના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. પ્રશાંત નીલના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, દિગ્દર્શક હાલમાં પ્રભાસ સાથે સલારઃ પાર્ટ 1 – સીઝફાયરની રિલીઝની તૈયારી કરી રહ્યા છે. આ એક્શન ફિલ્મ 22 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સલાર રૂ. 400 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે. પ્રભાસ ઉપરાંત આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન, શ્રુતિ હાસન અને જગપતિ બાબુ પણ મુખ્ય ભૂમિકામાં છે.

આ ફિલ્મ સાથે પ્રભાસને વિસ્ફોટક સ્વરૂપમાં રજૂ કરવાની તૈયારી કરી રહેલા પ્રશાંત નીલે તાજેતરમાં જ પોતાની ફિલ્મ કેજીએફના ત્રીજા ભાગ વિશે એક ઈન્ટરવ્યુમાં ખુલીને વાત કરી હતી. પ્રશાંત નીલ અને યશની  ફ્રેન્ચાઈઝીએ ભારતીય સિનેમામાં ઈતિહાસ રચ્યો હતો અને તેની રિલીઝ પછી બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડ્યા હતા. હવે ડિરેક્ટરે ગેંગસ્ટર ડ્રામાના ત્રીજા હપ્તાની પુષ્ટિ કરી છે.  

Related posts

રણવીર સિંહ, દીપિકા પાદુકોણે સાબિત કર્યું કે તેઓ એકબીજાના પ્રેમમાં પાગલ છે.

Navbharat

પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા આખર ગુજરાત ફેસ્ટિવલનું આયોજન કરાશે

Navbharat

વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમની હારથી દુ:ખી અથિયા શેટ્ટીએ શેર કર્યો ટીમ ઇન્ડિયાનો ખાસ ફોટો, કહી આ વાત

Navbharat