NavBharat
Politics/National

કેજરીવાલ સરકારને સુપ્રીમ કોર્ટથી મોટો ફટકો! દિલ્હીના મુખ્ય સચિવ પદ પર નરેશ કુમારને મળશે એક્સટેન્શન

દેશની સર્વોચ્ચ અદાલતે દિલ્હીની કેજરીવાલ સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય સચિવની સેવા લંબાવવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રના તે પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે, જેમાં તેણે કહ્યું હતું કે, કેન્દ્રને મુખ્ય સચિવની સેવા વધારવાનો અધિકાર છે અને તે અંતર્ગત નરેશ કુમારને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે.

મીડિયા અહેવાલ અનુસાર, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચે આ કેસની સુનાવણી કરી હતી. મુખ્ય સચિવ તરીકે નરેશ કુમારના કાર્યકાળના વિસ્તરણને રોકવાની માગ કરતી દિલ્હી સરકારની અરજીને બેન્ચે ફગાવી દીધી હતી. માહિતી મુજબ, દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા વકીલ ડૉ. અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે, મુખ્ય સચિવ અન્ય સો બાબતો સાથે કામ કરી રહ્યા છે, જે દિલ્હી સરકારના વિશિષ્ટ ક્ષેત્રમાં છે, તેથી દિલ્હી સરકારને તેના મંતવ્યો વ્યક્ત કરવાનો અધિકાર હોવો જોઈએ. જો કે, બેન્ચે મુખ્ય સચિવના કાર્યોને તે રીતે વિભાજિત કરવા જોઈએ તેવી દલીલને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

અગાઉ મંગળવારે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે જો કેન્દ્ર મુખ્ય સચિવને સેવામાં વિસ્તરણ આપવા માગે છે, તો તેણે તે જોગવાઈઓ બતાવવી જોઈએ જેના હેઠળ તે કરી શકાય છે. અગાઉ કોર્ટે કેન્દ્ર સરકારને આ પદ માટે સંભવિત અધિકારીઓના નામ દિલ્હી સરકારને સુપરત કરવા અને તેમની સંમતિ લેવા પણ કહ્યું હતું. મંગળવારે કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું કે, તે નરેશ કુમારની સેવામાં થોડા દિવસો માટે વધારો કરવા જઈ રહી છે, નવા મુખ્ય સચિવની નિમણૂકના પ્રસંગે, સંભવિત અધિકારીઓના નામ દિલ્હી સરકારને સુપરત કરવામાં આવશે અને ચર્ચા કરવામાં આવશે.

Related posts

બેંગ્લોરની ઘણી શાળાઓને શુક્રવારે સવારે ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળી, તંત્ર એલર્ટ

Navbharat

પીએમ મોદી મંગળવારે પોર્ટ બ્લેર એરપોર્ટ પર ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે

Navbharat

ભારતીય વાયુસેના દ્વારા ‘’વાયુશક્તિ -2024’’ કવાયતનું આયોજન

Navbharat