NavBharat
Gujarat

નાંદોદના પાટણા ગામે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો ઉષ્માપૂર્વક આવકાર

નર્મદા જિલ્લામાં નાંદોદના પાટણા ગામે “વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા”માં આદિજાતી વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વમંત્રી, ગણદેવીના ધારાસભ્ય તેમ જ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દક્ષિણ ગુજરાતના ઈન્ચાર્જ નરેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગામની મહિલાઓ-ગ્રામજનોએ કંકુ તિલક કરીને રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ વેળાએ ઉપસ્થિત સૌએ સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં અમલી પ્રજાલક્ષી વિવિધ યોજનાઓ-કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ નીહાળીવાની સાથે “વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા અંગે શપથ લીધા હતા.

આ પ્રસંગે પૂર્વમંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે, 15મી નવેમ્બરે ભગવાન બિરસામુંડાના જન્મદિન જનજાતિય ગૌરવ દિવસે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઝારખંડ ખાતેથી પ્રારંભાયેલી “વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા”માં નર્મદા જિલ્લામાં મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી જોવા મળી રહી છે. આ યાત્રાનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો પ્રચાર-પ્રસાર થકી લોકો સુધી પહોંચડવાનો છે અને તેનો લાભાન્વિત કરવાનો છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશને વિકાસના પંથે અગ્રેસર કરવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આ વિકાશિલ દેશમાં છેવાડાનો કોઇ પણ વ્યક્તિ સરકારની યોજનાઓથી વંચિત ન રહે તેવો સરકારનો સરાહનીય પ્રયાસ છે. આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ગામેગામ જઈને લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સેવાઓ આપી રહી છે. સરકારની વિવિધ યોજનાઓ લાભ લેવા તેમણે ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે સરકારની વિવિધ યોજનાઓ આયુષમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ સહિતની યોજનાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ લાભર્થીઓએ સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઊભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ મંત્રીએ સરકારની ડ્રોન ટેક્નોલોજી અને તેના માધ્યમથી પાકમાં સરળતાથી નેનો યુરિયાના છંટકાવ કરવા અંગે અંગે જાત નિરીક્ષણ કર્યું હતું. સાથે સંબંધિત વિભાગના કર્મયોગીઓએ ખેડૂતમિત્રોને ડેમોસ્ટ્રેશન દ્વારા માર્ગદર્શિત કર્યા હતા.

28 નવેમ્બરના રોજ યોજાયેલ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, જિલ્લા મહામંત્રી નીલભાઈ રાવ, જિલ્લાના અગ્રણી વિક્રમ તડવી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, ધારીખેડા સુગર ફેક્ટરી તેમ જ દૂધધારા ડેરી-ભરૂચના ચેરમેન ઘનશ્યામભાઈ, પ્રાંત અધિકાર કેતુલ ઇટાલિયા, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, સંબધિત અધિકારી- કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

આગામી તા. ૬ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ યોજાનાર રાજ્યની મહાનગરપાલિકાઓ – નગરપાલિકાઓની પેટા ચૂંટણીઓમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવાની રહેશે

Navbharat

G20 EMPOWER સમિટ મહિલાઓના નેતૃત્વમાં વિકાસને વેગ આપવાના મુખ્ય પરિણામોની ઉજવણી કરે છે

Navbharat

રાજસ્થાનના ઉદયપુરમાં 13 વર્ષ પહેલા ગુન્હો આચરી નાસતો ફરતો આરોપી મોડાસાથી ઝડપાયો

Navbharat