NavBharat
Sport

‘ટાઇમ આઉટ’ મામલે એન્જેલો મેથ્યુઝના સમર્થનમાં આવ્યો આવ્યો ભજ્જી, કહ્યું- આ ક્રિકેટ છે, મજાક નથી…!

ICC ODI વર્લ્ડ કપ 2023ની 38મી મેચમાં શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યુઝને ‘ટાઈમ આઉટ’ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેણે એકપણ બોલ રમ્યા વગર મેદાન પરથી બહાર જવાની ફરજ પડી હતી. આ ઘટના હવે ચર્ચાનો વિષય બની ગઈ છે. બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનની અપીલ બાદ અમ્પાયરે આ નિર્ણય લીધો હતો અને મેથ્યુઝને આઉટ આપ્યો હતો. અમ્પાયરના આ નિર્ણય બાદ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ મામલે પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

વાસ્તવમાં, હરભજન સિંહે તેની યુટ્યુબ ચેનલ પર અમ્પાયરોને પ્રશ્નો પૂછતા કહ્યું કે,“મેથ્યુસ યોગ્ય સમયે ક્રિઝ પર પહોંચી ગયો હતો અને પ્રથમ બોલ રમવા માટે તૈયાર હતો. જ્યારે તે તેની હેલ્મેટ એડજસ્ટ કરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે તેનું હૂક તૂટી ગયું હતું. આ પછી તેણે તેને બદલવું પડ્યું, જેના માટે તેણે તેના સાથી ખેલાડી પાસેથી નવું હેલ્મેટ મંગાવ્યું. દરમિયાન, નવા હેલ્મેટ આવવામાં વિલંબ થયો અને શાકિબે અપીલ કરી, 2 મિનિટ વીતી ગઈ હતી અને અમ્પાયરો તેની વિનંતી પર સંમત થયા હતા. જાણ થતાં મેથ્યુઝનું હેલ્મેટ તૂટી ગયું હતું.

ભજ્જીએ વધુમાં કહ્યું કે, હું તેમને પૂછું છું કે શું મેથ્યુઝે તૂટેલા હેલ્મેટ સાથે રમવું જોઈએ? જો તે તૂટેલી હેલ્મેટ સાથે રમ્યો અને ધારો કે બોલ તેના હેલ્મેટ પર વાગે તો લોકો પૂછશે કે તેણે હેલ્મેટ કેમ બદલ્યું નથી. આ ક્રિકેટ છે, મજાક નથી. ખેલાડીઓ વચ્ચે ઝઘડા અને નાટક જેવી અન્ય બાબતોમાં ઘણો સમય આપવામાં આવે છે.

એન્જેલો મેથ્યુઝ ‘ટાઈમ આઉટ’નો પ્રથમ શિકાર

શ્રીલંકન ટીમના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝને બાંગ્લાદેશ (BAN vs SL) વિરૂદ્ધ ટાઈમ આઉટ આપવામાં આવ્યો હતો, જેના કારણે તે મેદાન પર કોઈ બોલ રમ્યા વિના જ આઉટ થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે, એન્જેલો મેથ્યુઝ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટાઈમઆઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. ઘટનાની વાત કરીએ તો, સદિરાના આઉટ થયા પછી, જ્યારે એન્જેલો નવા બેટ્સમેન તરીકે ક્રિઝ પર આવી રહ્યો હતો, ત્યારે હેલ્મેટ પહેરતી વખતે તેનો પટ્ટો તૂટી ગયો અને તેણે નમ્રતાપૂર્વક બીજું હેલ્મેટ લાવવાનો સંકેત આપ્યો, પરંતુ તેમાં બે મિનિટ લાગી. તેનાથી વધુ સમય લાગ્યો. આ દરમિયાન શાકિબે અમ્પાયરને અપીલ કરી અને અમ્પાયરોએ મેથ્યુસને ટાઈમ આઉટ આપ્યો હતો.

Related posts

વિરાટ કોહલીની ટીકા કરવા બદલ પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર મોહમ્મદ હાફીઝને આ ઇંગ્લિશ ખેલાડીએ લગાવી ફટકાર, લખ્યું- શું બકવાસ છે…!

Navbharat

એશિયા કપમાં ભારતની પાકિસ્તાન સામે 228 રને જીત

Navbharat

ચેસ વર્લ્ડ કપ: વિશ્વનાથન આનંદ પછી સેમિફાઇનલમાં પ્રવેશનાર આર પ્રજ્ઞાનંધા પ્રથમ ભારતીય બન્યા

Navbharat