NavBharat
Business

દિવાળી પહેલા આ બેંકે તેના ગ્રાહકોને આપી મોટી ભેટ, FD પર વ્યાજદરમાં કર્યો વધારો!

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક પંજાબ નેશનલ બેંક (PNB) એ દિવાળી પહેલા તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. મીડિયા અહેવાલ અનુસાર, બેંકે વિવિધ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે, જે 1 નવેમ્બર, 2023થી અમલમાં મૂકાયો છે.

જણાવી દઈએ કે, પંજાબ નેશનલ બેંક 10 વર્ષ સુધીની FD સુવિધા આપે છે, જેનો વ્યાજ દર 3.5 ટકાથી શરૂ કરીને 7.25 ટકા સુધી છે. માહિતી મુજબ, PNBએ રૂ. 2 કરોડથી ઓછી FD માટે વ્યાજ દરમાં સુધારો કર્યો છે. જ્યારે દિવાળી પહેલા બેંકે તેના ગ્રાહકોને ભેટ આપી છે.

PNBનો નવો વ્યાજદર

મીડિયા અહેવાલ અનુસાર, બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી FD માટે વ્યાજ દરોમાં કેટલાક સુધારા કર્યા છે, જેના વિશે તમારે જાણવું જોઈએ. નવા વ્યાજદરમાં, પીએનબીએ 180થી 270 દિવસ અને 271 દિવસની એફડી પરના વ્યાજદરોને એક વર્ષથી ઓછા સમયમાં બદલ્યા છે. બાકીના સમયગાળા માટે વ્યાજ દર સામાન્ય રાખવામાં આવ્યા છે. એક વર્ષ માટે સામાન્ય નાગરિક માટે 6.75 ટકા અને સિનિયર સિટીઝન માટે 7.25 ટકા વ્યાજદર નિર્ધારિત કરવામાં આવ્યા છે. જ્યારે સામાન્ય નાગરિક માટે બે વર્ષ માટે 7 ટકા, 3થી 5 વર્ષ માટે 6.5 ટકા અને 5થી 10 વર્ષ માટે 6.5 ટકા વ્યાજદર નક્કી કરવામાં આવ્યા છે. આ મામલે વધુ માહિતી તમે પીએનબી બેંકની આધિકારિક વેબસાઇટ પરથી મેળવી શકો છો.

Related posts

જૂનમાં IIP ગ્રોથ ધીમો પડીને 3.7% થયો

Navbharat

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ની વેબસાઈટ તથા મોબાઈલ એપ લોન્ચિંગ અને બ્રોશરનું અનાવરણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સંપન્ન

Navbharat

ઓટોમોબાઈલ ક્ષેત્રે થશે મોટી કમાણી, કેમ કે, આવી રહી છે આ નવી કારના અપડેટ મોડલ

Navbharat