નવેમ્બર મહિનામાં અનેક તહેવારોને કારણે બેંકમાં રજાઓ હતી. ત્યારે હવે 27 નવેમ્બર, 2023 સોમવારે ગુરુ નાનક જયંતી અને કાર્તિક પૂર્ણિમા આવી રહી છે. તેથી ફરી એકવાર લાંબો વીકએન્ડ જોવા મળી શકે છે. જણાવી દઈએ કે, 25 નવેમ્બરે ચોથો શનિવાર, 26 નવેમ્બરે રવિવાર અને 27 નવેમ્બરના રોજ ગુરુ નાનક જયંતી અને કાર્તિક પૂર્ણિમા છે, જેથી ઘણી બેંકો પણ બંધ રહેશે. જો કે, 27 નવેમ્બરે દેશની તમામ બેંકો બંધ રહેશે નહીં. આવી સ્થિતિમાં, તમારે એકવાર તપાસ કરવી જોઈએ કે 27 નવેમ્બરે તમારા શહેરમાં બેંકો બંધ રહેશે કે નહીં.
આ રાજ્યોની બેંકો રહેશે બંધ
ગુરુ નાનક જયંતીનો તહેવાર કારતક પૂર્ણિમાના દિવસે ઊજવવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘણા રાજ્યોમાં બેંકોમાં રજા હોય છે. આથી 27 નવેમ્બર 2023 ના રોજ ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા જાહેર કરાયેલ બેંક રજાઓની સૂચિ અનુસાર, આઈઝોલ, અગરતલા, બેલાપુર, ભુવનેશ્વર, ભોપાલ, ચંદીગઢ, દેહરાદૂન, ઈટાનગર, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, કોહિમા, કોલકાતા, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાંચી, રાયપુર, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
30મી નવેમ્બરે પણ બેંકો રહેશે બંધ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 30મી નવેમ્બરે કનકદાસ જયંતી નિમિત્તે તેલંગાના બેંકો બંધ રહેશે. આ સિવાય વિધાનસભા ચૂંટણીને કારણે બેંગલુરુ અને હૈદરાબાદ (તેલંગાણા)ની બેંકો પણ બંધ રહેશે. જો તમે બેંકને લગતા મહત્ત્વના કામ માટે બેંકમાં જવાના છો, તો તમારે એકવાર તમારી રાજ્ય મુજબની બેંકની રજાઓની સૂચિ તપાસવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.