NavBharat
Tech

કેન્દ્ર સરકારે ગાળિયો કસ્યો! મહાદેવ એપ સહિત 22 ઓનલાઇન એપ અને વેબસાઇટ પર લાદ્યો પ્રતિબંધ!

કેન્દ્ર સરકાર દ્વારા રવિવારે 22 જેટલી એપ્સ અને વેબસાઇડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ મોટું પગલું ભરતા સરકારે મહાદેવ બુક ઓનલાઈન સહિત કુલ 22 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. માહિતી છે કે, EDની તપાસ બાદ કેન્દ્ર સરકારે આ તમામ એપ્સને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે. જણાવવામાં આવ્યું છે કે જે એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ગેરકાયદેસર રીતે સટ્ટાબાજીની પ્રવૃત્તિઓમાં સામેલ હતી. સરકારની પ્રતિબંધિત એપ્સની યાદીમાં મહાદેવ એપ પણ સામેલ છે, જેને લઈને તાજેતરમાં મોટો વિવાદ શરૂ થયો છે.

શું છે વિવાદનું કારણ?

મીડિયા અહેવાલ અનુસાર, છત્તીસગઢમાં ED ઘણા સમયથી મહાદેવ ઓનલાઈન બુક એપ વિરુદ્ધ તપાસ કરી રહી છે. આવી સ્થિતિમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે, જો છત્તીસગઢ સરકાર ઇચ્છતી હોત તો તે પોતે જ આ એપ્સ પર પ્રતિબંધ લગાવી શકી હોત. કારણ કે છત્તીસગઢ સરકાર પાસે આઇટી એક્ટની કલમ 69A હેઠળ વેબસાઇટ/એપને બંધ કરવાની સત્તા છે, પરંતુ તેમના દ્વારા આવું કરવામાં આવ્યું નથી. ઉપરાંત, આ એપ્સને પ્રતિબંધિત કરવાની કોઈ માગ પણ કરવામાં આવી નથી, જ્યારે આ એપ્સ સામે છેલ્લા 1.5 વર્ષથી તપાસ ચાલી રહી છે, જેના કારણે મહાદેવ એપ પ્રતિબંધને લઈને વિવાદ શરૂ થયો છે.

મહાદેવ એપ શું છે?

આ એક ઓનલાઈન સટ્ટાબાજીની એપ છે, જેને છત્તીસગઢના સૌરભ ચંદ્રશેખર અને રવી ઉપ્પલે લોન્ચ કરી હતી. કેન્દ્રીય એજન્સીને તપાસમાં જાણવા મળ્યું કે, મહાદેવ એપ પોકર, ક્રિકેટ અને બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ જેવી ઘણી લાઈવ ગેમ્સ માટે સટ્ટાબાજીની ઓફર કરે છે. આ એપ વર્ષ 2017માં લોન્ચ કરવામાં આવી હતી. કોવિડ રોગચાળા દરમિયાન એપ્લિકેશનને ખૂબ જ લોકપ્રિયતા મળી.

Related posts

જો તમે પણ UPI યુઝર છો તો તમારે આજે જ આવનાર નવા નિયમો વિશે જાણી લો 

Navbharat

240hz રિફ્રેશ રેટ સાથે નવા LG ગેમિંગ મોનિટર્સ હવે ભારતમાં ઉપલબ્ધ છે

Navbharat

ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સમાં IIT મદ્રાસ બી.એસ

Navbharat