NavBharat
Business

AXISCADES પ્રથમ ત્રિમાસિક (Q1) માં 17% ની આકર્ષક આવકની વૃદ્ધિ કરી

નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક (વર્ષે-દર-વર્ષે) મુખ્ય અંશ

● આવકમાં 17% વૃદ્ધિ સાથે રૂ. 2,136 મિલિયન થઈ છે
● EBITDA 45% વધીને રૂ. 330 મિલિયન થઈ છે
● EBITDA માર્જિન 15.4% વધીને 300 bps થયું છે

એરોસ્પેસ, રક્ષા, હેવી એન્જીનિયરિંગ, ઓટોમોટિવ, ઉર્જા, તબીબી અને આરોગ્ય સંભાળ સેક્ટરમાં સેવા આપતા, તેમજ ગ્લોબલ
OEM ને એન્જીનિયરિંગ અને ટેક્નોલોજી અંગે અનેક ઉકેલ પ્રદાન કરનાર AXISCADES Technologies Ltd. [AXISCADES
(BSE: 532395 | NSE: AXISCADES], એ આજે 30 જૂન, 2023 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકના પરિણામોની જાહેરાત કરી છે..
મુખ્ય અંશો:
• નાણાકીય વર્ષ 2024 માં પ્રથમ ત્રિમાસિકમાં EBITDA INR 330 મિલિયન સાથે, વર્ષ 23 માં છેલ્લા ત્રિમાસિકના
INR 307 મિલિયન EBITDA કરતાં ત્રિમાસિક-દર-ત્રિમાસિક કરતાં 7.4% વધુ છે (વર્ષ 23 માં ચોથા
ત્રિમાસિકના INR 133 મિલિયનના ચોખ્ખા વન-ટાઇમ લાભ માટે એડજસ્ટ કરવામાં આવેલ છે). અને એ મુજબ
EBITDA માર્જિન 13.7% ની સરખામણીમાં, હવે EBITDA માર્જિન 15.4% સાથે ત્રિમાસિક-દર-ત્રિમાસિક 170 bps
પર આવી ગયું છે;
• ઓટોમોટિવ OEM ને એક્સેસ કરવા અને ઓટોમોટિવ વર્ટિકલમાં લાભ વધારવા માટે એડ સોલ્યુશન GmbH ના સંપાદન માટેના
નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
• ડૉ. એસ. ક્રિસ્ટોફરની બિન-કાર્યકારી અને બિન-સ્વતંત્ર નિયામક તરીકે નિમણૂક કરવામાં આવી છે: જેઓએ ભારત સરકારના
સંરક્ષણ મંત્રાલયના સંરક્ષણ વિભાગના સચિવ, સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના અધ્યક્ષ, સેન્ટર ફોર એરબોર્ન

સિસ્ટમ્સના નિયામક, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ રડાર ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (LRDE) ખાતે ગ્રુપ ડિરેક્ટર તરીકે સેવા આપી
છે અને હાલમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મદ્રાસ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ ઈલેક્ટ્રિકલ સાયન્સમાં પ્રેક્ટિસના પ્રોફેસર
તરીકે કાર્યરત છે.

વર્તમાન પ્રદર્શન અંગે ટિપ્પણી કરતા, AXISCADES ના અધ્યક્ષ શ્રી ડેવિડ બ્રેડલીએ કહ્યું કે:
“અમે નાણાકીય વર્ષ 2024 માં અમારી શરૂઆત મક્કમતા સાથે કરી છે, અને અમે વાર્ષિક ધોરણે 17% ની આવક વૃદ્ધિ અને EBITDA
માં 45% વૃદ્ધિ કરી છે. એડ સોલ્યુશન GmbH નું તાજેતરનું સંપાદન અમને વૈશ્વિક OEMs સુધી એક્સેસ આપશે અને ઓટોમોટિવ
ઉદ્યોગમાં અમારી નવી પ્રોડક્ટ રજૂ કરવામાં અને વિસ્તારવામાં મદદ કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં, અમે એવા મહત્વના વ્યવસાયોને
હસ્તગત કર્યા છે જેના લીધે અમને નવા સેગમેન્ટમાં વિસ્તરણ કરવામાં અને બજારમાં અમારી ભાગીદારી વધારવામાં મદદ મળી છે.
આ સંપાદન એ અમારી કમાણી માટે પ્રોત્સાહક છે અને અમારા લાંબા ગાળાના વિકાસ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં અમને મદદ કરે છે.
અમારા લાંબા ગાળાના દેવાનું વ્યૂહાત્મક પુનઃધિરાણ અમને અમારી વૃદ્ધિની પહેલમાં વધુ રોકાણ કરવાની અને અમારી આધાર રેખાને
વધુ વિસ્તૃત અને મજબૂત કરવાની તક આપશે. અમારી પાસે એક મજબૂત, અને વિકસિત ટીમ છે જે અમારા તમામ ભાગીદારો
માટે વધુ આવક મેળવવા માટે અમારી વૃદ્ધિની વ્યૂહરચના પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પરિણામો અને દૃષ્ટિકોણ પર ટિપ્પણી કરતા, AXISCADES ના CEO અને MD શ્રી અરુણ કૃષ્ણમૂર્તિએ કહ્યું કે:
“અમે નાણાકીય વર્ષ 23 માં જે ગતિ સાથે આગળ વધ્યા હતા તેના આધારે આ વર્ષે પણ તેને અનુસરી રહ્યા છીએ. નાણાકીય
વર્ષ 2024 ની શરૂઆત બે મુખ્ય સિદ્ધિઓ સાથે થઈ છે, એક, એડ સોલ્યુશન GmbH નું આંતરરાષ્ટ્રીય સ્તરે સંપાદન કર્યું છે અને
બીજું, અમારા દેવાનું પુનઃધિરાણ કર્યું છે. અમારું માનવું છે કે આ સંપાદન અમારા ઓટોમોટિવ વ્યવસાય માટે વૃદ્ધિનું મહત્ત્વપૂર્ણ
પ્રેરણા બળ બની રહેશે. પુનઃધિરાણ દ્વારા અમારા વ્યાજ ખર્ચમાં ઘટાડો થશે, અને અમારી મૂડીનું માળખું પણ સરળ બનશે, જેના
પરિણામે અમારી બેલેન્સ શીટ વધુ મજબૂત થશે. આ ત્રિમાસિક દરમિયાન, એરોસ્પેસ વર્ટિકલનું નોંધપાત્ર ઉચ્ચ યોગદાન જોવા
મળ્યું છે અને અમે સંરક્ષણ ક્ષેત્રમાં અમારા ગ્રાહકો પાસેથી વૉલેટ શેર મેળવવાનું પણ ચાલુ રાખ્યું છે, જેના લીધે અમારી ટોચની
લાઇનમાં નોંધપાત્ર વધારો થયો છે. અમારા નવા વ્યવસાયો સકારાત્મક ગતિ દર્શાવે છે. અમે અમારી આગામી તકો વિશે ઉત્સાહિત છીએ
અને નાણાકીય સુગમતામાં વધારો કરીને તમામ ભાગીદારો માટે વધુ મૂલ્યવાન આવક મેળવીને અમારા ઉદ્દેશ્યોને આગળ વધારવાનું
લક્ષ્ય રાખ્યું છે.”

Related posts

કોર્પોરેટ કેલેન્ડર 2024 નું આગામી પરિણામ

Navbharat

સેન્સેક્સ, નિફ્ટીમાંથી Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનું નિરાકરણ મોકૂફ.

Navbharat

ભારતનું ફોરેક્સ રિઝર્વ $600 બિલિયનના આંકને પાર કરી ગયું છે

Navbharat