NavBharat
Entertainment

જાણિતા કલાકાર અવિનેશ રેખી સુવર્ણ મંદિર જઈને તેના આગામી શો, “ઇક કુડી પંજાબ દી” માટે આશિર્વાદ મેળવ્યા

ઝી ટીવીનો આગામી શો, “ઇક કુડી પંજાબ દી” ના જોરદાર નાટકએ તેની સશક્ત વાર્તા અને સારી રીતે લખાયેલા
પાત્રો સાથે દર્શકોને જકડી રાખવાનો વાયદો કરે છે. ડોમ એન્ટરટેઇનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ આ શોએ અણધાર્યા
વણાંકોથી ભરપૂર એવી ઉત્તેજક કથા રજૂ કરવા માટે તૈયાર છે. પંજાબના કપુરથલાના રજવાડા પર આધારીત આ
શોમાં હીર ગરેવાલ (તનિશા મેહતા), એક સુંદર- ચંચળ યુવતિની વાત છે, જે જાટ જમિનદાર પરિવારમાં જન્મી છે.
તેની સૌથી મોટી પ્રાથમિક્તા તેના પરિવારની સુખાકારી છે. જો કે, જ્યારે તે અટવાલ પરિવારમાં લગ્ન કરીને જાય છે,
ત્યારે તેના જીવનમાં અનઅપેક્ષિત વણાંક આવે છે, જેનાથી બધા વિચારે છે કે- જિસને માંગી સબકી ખૈર…. વક્તને
કિયા હૈં… ક્યું ઉસ સે બૈર?
શોના પ્રથમ પ્રોમોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે, ત્યારે આપણી પાસે બીજી અપડેટ એવી આવી છે કે, શોના કલાકાર
તનિશા મહેતા અને અવિનેશ રેખી અનુક્રમે હીર અને રાંઝાનું પાત્ર કરતા જોવા મળશે. કલાકારોએ તાજેતરમાં જ
પંજાબના અમૃતસરમાં પ્રોમો શૂટિંગ કર્યું છે અને અવિનેશ રેખી, જે પોતે પંજાબી હોવાને લીધે કોઈપણ પ્રવાસની
શરૂઆત સકારાત્મક્તાથી કરવી જોઈએ એવું માને છે. તેથી જ અવિનેશ જેવો અમૃતસર પહોંચીને તેના પ્રથમ શોટ
આપતા પહેલા તે શ્રીહરિ મંદિર સાહિબજીના આશિર્વાદ મેળવવા સુવર્ણ મંદિરની મુલાકાત લીધી, જેથી તે શોની એક
શુભ શરૂઆત કરી શકે!
અવિનેશ રેખી કહે છે, “હું દર વખતે જ્યારે પણ અમૃતસર આવું છું, હું હંમેશા સુવર્ણ મંદિરે જઈને આશિર્વાદ મેળવું
છું. તો તાજેતરમાં જ જ્યારે મારા આગામી શો ઇક કુડી પંજાબ દીના પ્રોમો શૂટિંગ માટે ગયો હતો, ત્યારે મેં નક્કી કર્યું
કે, શો માટે મારા પ્રથમ શોટ આપ્યા પહેલા મંદિરના દર્શન કરીશ. હું માનું છું કે, બધું જ સકારાત્મક્તાથી થઈ રહ્યું છે
અને આનાથી વધુ સારી આ પ્રવાસની અન્ય કોઈ શરૂઆત ન હોઈ શકે. સુવર્ણ મંદિર મારા દિલમાં એક ખાસ સ્થાન
ધરાવે છે, દિવસના કોઈપણ સમયે તમે ત્યાં જાઓ ત્યારે હજારો લોકોની હાજરી હોવા છતા પણ તે સ્થળ તમને
શાંતિની અનુભૂતિ કરાવી શકે છે, આ શક્તિ ધરાવે છે. હંમેશા એવું ઇચ્છું છું કે, આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે
બધાના પ્રેમ અને આશિર્વાદ જોયે છે, શોના પ્રથમ પ્રોમો પર તમારો પ્રેમ વરસાવવા માટે તમારા બધાનો ખૂબ-ખૂબ
આભાર. હું મારી જાતને ધન્ય માનું છું.”
દર્શકો અવિનેશ રેખીને એક નવા અવતારમાં જોવા માટે ઉત્સાહિત છે, ત્યારે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે, કઈ
રીતે રાંઝા તેના જીવનની દરેક મુશ્કેલીની સામે લડીને હીરની મદદ કરશે.

Related posts

ફરહાન અખ્તરે ડોન 3ના નવા યુગની જાહેરાત કરી

Navbharat

કાજોલ તેના જન્મદિવસની પાર્ટીમાં વત્સલ શેઠ સાથે કેક કાપતી વખતે મહેમાનોને મોટેથી ગાવાની સૂચના આપે છે.

Navbharat

સાલારના ટ્રેલરને લોકોનો જબરજસ્ત પ્રતિસાદ, 14 મિલિયનથી વધુ લોકોએ એક જ દિવસમાં જોયું

Navbharat