NavBharat
Entertainment

વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમની હારથી દુ:ખી અથિયા શેટ્ટીએ શેર કર્યો ટીમ ઇન્ડિયાનો ખાસ ફોટો, કહી આ વાત

વર્લ્ડ કપ, 2023 માટે હોટ ફેવરેટ ક્રિકેટ ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટથી હરાવીને અપસેટ સર્જ્યો હતો. ટીમ ઇન્ડિયાની આ હારથી સમગ્ર વિશ્વમાં તેના ચાહકો નિરાશ થયા છે. ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ દ્વારા આપવામાં આવેલા 241 રનના ટાર્ગેટનો સરળતાથી પીછો કર્યો અને વર્લ્ડ કપમાં તેને હરાવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચને જોવા માટે ઘણા સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. ફાઈનલ મેચમાં વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી પણ પોતાના પતિને સપોર્ટ કરવા આવી હતી.

આથિયા શેટ્ટીએ શેર કર્યો ફોટો

ભારતીય ક્રિકેટ ટીમે ટ્રોફી ગુમાવ્યા બાદ ભારતીય ક્રિકેટ ફેન્સમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ કેટલીક સેલિબ્રિટી દ્વારા સોશિયલ મીડિયા થકી પોસ્ટ કરી પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાર બાદ અનુષ્કાએ વિરાટ કોહલીને ખૂબ જ પ્રેમથી ગળે લગાવ્યો હતો, ત્યારે હવે આથિયા શેટ્ટીએ પણ ભારતીય ટીમનો એક ખાસ ફોટો શેર કર્યો છે અને તેના માટે હૃદય સ્પર્શી સંદેશ લખ્યો છે. થોડા કલાકો પહેલા જ આથિયા શેટ્ટીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો અને ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ સુંદર કેપ્શન લખ્યું હતું.

જણાવી દઈએ કે, અભિનેત્રીએ જે ફોટો શેર કર્યો છે તેમાં ભારતીય ક્રિકેટ ટીમના દરેક ખેલાડી છે. આ ફોટો પર લખ્યું છે કે, ‘અમને ભારતીય ટીમ પર ગર્વ છે. આ ફોટોની સાથે આથિયા શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું કે, “આ ટીમ શ્રેષ્ઠ ટીમ છે”. જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી આ મેચમાં વિરાટ અને કેએલ રાહુલ બંનેએ અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલી 54 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે કેએલ રાહુલે 66 રનની ઇનિંગ રમી હતી.

Related posts

‘ટાઈગર 3’નો નવો પ્રોમો થયો રિલીઝ, વિલનના રોલમાં ખતરનાક દેખાયો ઇમરાન હાશમી, આ તારીખથી એડવાન્સ બુકિંગ શરૂ!

Navbharat

અભિનેત્રી રશ્મિકા મંડન્નાના Deepfake વીડિયો પર ગુસ્સે થયા બિગ બી, કરી કાયદાકીય કાર્યવાહીની માગ!

Navbharat

જેલર મૂવી સમીક્ષા

Navbharat