NavBharat
Business

ડિસેમ્બર મહિનાની શરુઆતે શેરબજારમાં રોકાણકારોને કર્યા ખુશ, એક્ઝિટ પોલની અસરથી સેન્સેક્સ-નિફ્ટીમાં તેજી

સામાન્ય ચૂંટણીઓ પછી રાજકીય સ્થિરતા દર્શાવતા એક્ઝિટ પોલના પરિણામોને કારણે શુક્રવારે નિફ્ટી 50 નવી વિક્રમી ઊંચાઈએ ખૂલ્યો હતો. ડિસેમ્બર મહિનાની શરૂઆત શેરબજારમાં સારી આશાઓ લાગી છે. વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં થોડી લીડ સાથે દર્શાવવામાં આવી હતી, જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છત્તીસગઢ અને તેલંગાણામાં આગળ હતી.

જેની અસર શેર બજારમાં પણ જોવા મળી છે. જેમાં સવારે 9.19 વાગ્યે શરૂઆતના વેપારમાં BSE સેન્સેક્સ 271 પોઈન્ટ અથવા 0.41% વધીને 67,260 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 90 પોઈન્ટ અથવા 0.44% ના વધારા સાથે 20,223 ના સ્તર પર કારોબાર કરતી જોવા મળી હતી.

વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ 100 0.66% વધ્યો, જ્યારે સ્મોલકેપ 100 0.7% વધ્યો. નિફ્ટીના ટોપ ગેઇનર્સ અને ટોપ લુઝર શેર સ્મોલકેપ કંપની ITD સિમેન્ટેશનને આંધ્રપ્રદેશમાં 500 મેગાવોટ હાઇડલ પાવરના સિવિલ અને હાઇડ્રોમેકનિકલ કામો માટે આશરે રૂ. 1001 કરોડનો કોન્ટ્રાક્ટ જીત્યા બાદ કંપનીના શેરમાં 13%નો ઉછાળો આવ્યો હતો.

શુક્રવારે, વિપ્રો, ટાઇટન, એચસીએલ ટેક અને ઇન્ફોસિસ સિવાય, સેન્સેક્સના તમામ શેરો ગ્રીન કલર પર જોવા મળ્યા હતા. દરમિયાન, સેક્ટોરલ મોરચે, નિફ્ટી રિયલ્ટી 2% થી વધુ અને નિફ્ટી PSU બેંક 0.75% વધ્યા હતા. આ સિવાય શરૂઆતી કારોબારમાં નિફ્ટી ઓટો, ફાયનાન્સિયલ, એફએમસીજી, મીડિયા, મેટલ અને ફાર્મામાં વધારો જોવા મળ્યો હતો.

આ શેરો નીચા ખૂલ્યા હતા
પ્રમોટર ફેરબ્રિજ કેપિટલ દ્વારા થોમસ કૂક (ઈન્ડિયા) લિમિટેડમાં શેર વેચવાની ઓફર કર્યા બાદ કંપનીના શેર પાંચ ટકા નીચામાં ખુલ્યા હતા.

Related posts

ITC Q2 પરિણામો

Navbharat

લોકસભા ચૂંટણી પહેલા LPG ગ્રાહકોને મળી શકે છે મોટી રાહત, સરકારની સબસિડી વધારવાની યોજના!

Navbharat

ટ્રાઇફેડનો કારીગરી ખજાનો જી 20 સમિટમાં સ્પોટલાઇટમાં રહ્યો

Navbharat