NavBharat
Politics/National

ઝારખંડથી શરૂ થયેલી સંકલ્પ યાત્રા અંતર્ગત 30,000 રથો ગામે ગામ ભ્રમણ કરી સરકારની વિવિધ યોજનાઓની લોકો સુધી પહોચાડશે

કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્યોના વરદહસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ઝારખંડથી શરૂ થયેલી સંકલ્પ યાત્રા અંતર્ગત 30,000 રથો ગામે ગામ ભ્રમણ કરી સરકારની વિવિધ યોજનાઓની લોકો સુધી પહોચાડશે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે આજ રોજ કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને ચોટીલા તાલુકાના ખેરાણા અને ચોબારી ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

 
આ તકે  કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ યાત્રાનો હેતુ ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી છેવાડાના માનવી સુધી પહોંચાડી પાત્રતા ધરાવતો એકપણ લાભાર્થી યોજનાકીય લાભોથી વંચિત ન રહે તેવો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત 2047ના  સ્વપ્નને સાકાર કરવા તેમજ સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ  દેશના દરેક વર્ગને મળી રહે તે માટે ઝારખંડથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ યાત્રા અન્વયે 30,000 રથો ગામે ગામ ભ્રમણ કરી સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોચાડશે. આ યાત્રાના માધ્યમથી લોકોને ઘર આંગણે જ યોજનાઓના લાભ પ્રાપ્ત થવાના છે.
 
વધુમાં તેઓએ ઉમેર્યું હતુ કે, વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત ગંભીર બિમારીઓમાં  નિશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે છે. આ કાર્ડની મદદથી  મોટી બીમારીઓ, ગંભીર ઓપરેશનોમાં હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મેળવી શકાય છે માટે દરેક વ્યક્તિઓને આયુષ્માન કાર્ડ કઢાવવા માટે અનુરોધ કર્યો હતો. ઉપરાંત કેન્દ્રીય મંત્રી મુંજપરાએ કાર્યક્રમ સ્થળ પર  ઉજ્જવલા યોજના, આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી જન ઔષધિ સહિતની યોજનાઓના લાભ મેળવનાર લાભાર્થીઓને ગામના અન્ય લોકો  પણ સરકારની આ કલ્યાણકારી યોજનાઓનો લાભ લઈ શકે તે માટે યોજનાની માહિતી પહોંચાડવા અનુરોધ કર્યો હતો તેમજ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે પણ અપીલ કરી હતી. વધુમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ ખેરાણા ગામના બાળકોને રમતગમત ક્ષેત્રે પ્રાધાન્ય મળે તેવા હેતુસર પ્રધાનમંત્રી ફીટ ઇન્ડિયા યોજના અંતર્ગત  ખેરાણા ગામ ખાતે રૂ.3 લાખના ખર્ચે જીમ બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.
 
આ તકે ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવા માટે લોકોને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાવવા માટે અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત તેમણે રાસાયણિક ખાતરના વધુ પડતા વપરાશના કારણે જમીનને થઈ રહેલા નુકશાન વિશે વાત કરી ખેડૂતોને ખેતરમાં જીવામૃત, ઘનામૃત વગેરેનો ઉપયોગ કરવા તેમજ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે અપીલ કરી હતી.
 
 
 
આ કાર્યક્રમમાં મહાનુભાવો તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત યાત્રા રથનું ઢોલના નાદ અને સામૈયા તેમજ કુમકુમ તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલા યોજના, પૂર્ણા યોજના, NFS યોજના સહિતની યોજનાઓના લાભાર્થીઓને લાભોનો વિતરણ કરવામાં આવ્યું હતું. ખેરાણા ગ્રામ પંચાયત દ્વારા વાસ્મો અંતર્ગત કરેલ કામગીરી માટે સરપંચને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
 
 
કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડ કરેલ સંદેશ સાંભળ્યો હતો. ‘મેરી કહાની મેરી,જુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ યોજનાકીય લાભોના પ્રતિભાઓ રજૂ કર્યા હતા., ‘ધરતી કહે પુકાર કે’, સ્વચ્છતા ગીત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાયા હતા. કાર્યક્રમનાં અંતે ઉપસ્થિતોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા વિડિયો નિહાળી વિકસિત ભારત માટેની પ્રતિજ્ઞા લીધી હતી.
 
 
 
આ પ્રસંગે મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળ પર આંગણવાડી વિભાગ દ્વારા મીલેટ્સ માંથી બનાવેલી વાનગીઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ આયુષ્માન કાર્ડ સ્ટોલ, ખેતીવાડી વિભાગનો સ્ટોલ, બેન્કિંગ સ્ટોલ, પ્રધાનમંત્રી જન ઔષધિ વગેરે સ્ટોલોની પણ મુલાકાત લીધી હતી. ઉપરાંત ખેડૂતોને ખાતરના છંટકાવ વિશે માહિતગાર કરવામાં માટે ડ્રોન દ્વારા ખાતર છંટકાવનું લાઈવ નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું.
 
 
 
ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમમાં ઉપસ્થિતોએ પ્રધાનમંત્ર નરેન્દ્રભાઇ મોદીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. ઉપરાંત વિકાસ કાર્યની ઝાંખી દર્શાવતી ફિલ્મને રસપૂર્વક નિહાળી હતી.

Related posts

પ્રધાનમંત્રી શ્રી 26-27 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે

Navbharat

તમિલનાડુના મંત્રી સેંથિલ બાલાજીને મની લોન્ડરિંગ કેસમાં નથી મળી રાહત, 4 ડિસેમ્બર સુધી લંબાવાઈ કસ્ટડી

Navbharat

લક્ષદ્વીપ vs માલદીવ

Navbharat