NavBharat
Gujarat

રાજ્યસભા સાંસદ નરહરી અમીનની ઉપસ્થિતિમાં દસ્ક્રોઈ તાલુકાના ભાત ગામે વિકસિત ભારત રથનું આગમન

રાજ્યસભા સાંસદ નરહરી અમીનની ઉપસ્થિતિમાં દસ્ક્રોઈ તાલુકાના ભાત ગામે વિકસિત ભારત રથનું આગમન થયું હતું.

જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે રહ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ વિકસિત ભારત રથ દસ્ક્રોઈ તાલુકાના ભાત તથા મોટા છાપરા ગામે પહોંચ્યો હતો.
દેશભરમાં ગરીબ, વંચિત અને છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચાડવાના ઉમદા ધ્યેય સાથે દેશભરમાં ‘સરકાર આપના દ્વાર’ સૂત્ર સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પણ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ચાલી રહી છે ત્યારે આજે જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના ભાત તથા મોટા છાપરા ગામે વિકસિત ભારત રથ પહોંચ્યો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન ઉપસ્થિત રહ્યા હતા.
દસ્ક્રોઈ તાલુકાના ભાત તથા મોટા છાપરા ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રસંગે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ આવાસ યોજના, ઉજ્જવલા યોજના, ખેતીવાડી યોજના જેવી અનેક યોજનાઓ વિશે માહિતગાર કરી લાભો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ લોકોએ વિકસિત ભારત સંકલ્પના શપથ લીધા હતા.
આ પ્રસંગે પોતના ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિધાર્થી તથા મહિલાઓનું સન્માન કરાયું હતું.
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના આ પ્રસંગે લાભાર્થીઓએ કેન્દ્ર સરકારની યોજનાઓના મળતા લાભ વિશે સકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા અને કેન્દ્ર તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

કેન્દ્ર સરકાર દ્વારા જનકલ્યાણકારી યોજનાઓનો અંગે જાગૃતિ લાવવા તથા લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભ પહોંચાડવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરાયું છે.

ત્યારે અમદાવાદ જિલ્લામાં પણ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ચાલી રહી છે ત્યારે આજે જિલ્લાના ધોળકા તાલુકાના રનોડા શેખડી ગામે વિકસિત ભારત રથ પહોંચ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા.
ધોળકા તાલુકાના રનોડા શેખડી ખાતે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પ્રસંગે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પીએમ આવાસ યોજના, ઉજ્જવલા યોજના, ખેતીવાડી યોજના જેવી અનેક યોજનાઓ વિશે માહિતગાર કરી લાભો આપવામાં આવ્યા હતા.
 
 
 
 
 
 
 
 

Related posts

વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગુજરાતથી ગ્લોબલ

Navbharat

ઘોડાસર, અમદાવાદમાં શ્રી તુલસીપીઠાધીશ્વર જગદગુરુ રામાનંદાચાર્ય પરમ પૂજ્ય સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજની શ્રી રામકથા

Navbharat

અમદાવાદ જિલ્લામાં 80થી વધુ ગામડાંઓમાં ફરી સંકલ્પ યાત્રા, 38000થી વધુ લોકોએ લીધા શપથ, 20,000થી વધુ લોકોએ હેલ્થ ચેકઅપ કરાવ્યું

Navbharat