NavBharat
Entertainment

આ ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન જાણી તમે પણ માથું પકડી લેશો! વર્ષની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મ તરફ અગ્રસર!

કંગના રનૌતની ફિલ્મ ‘તેજસ’નું પ્રદર્શન બોક્સ ઑફિસ પર નિરાશાજનક રહ્યું છે. કેટલાક લોકો તેની આ ફિલ્મને વર્ષની સૌથી મોટી ડિઝાસ્ટર ફિલ્મ તરીકે માની રહ્યા હતા. પરંતું, તાજેતરમાં એક ફિલ્મ એવી પણ રિલીઝ થઈ છે જેને કંગના રનૌતની તેજસ કરતા પણ વધુ ખરાબ પ્રદર્શન કર્યું છે.

‘ધ લેડી કિલર’

જણાવી દઈએ કે, 3 નવેમ્બરે દેશભરના થિયેટરોમાં અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ધ લેડી કિલર’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મના શરૂઆતના દિવસની કમાણી તમને ચોંકાવી દેશે. મીડિયા અહેવાલ અનુસાર, પહેલા દિવસે આ ફિલ્મની માત્ર 293 ટિકિટો જ વેચાઈ હતી અને આ ફિલ્મે માત્ર 38 હજાર રૂપિયાની જ કમાણી કરી હતી. આ ફિલ્મના ખરાબ પ્રદર્શનને લઈને ફેન્સ સોશિયલ મીડિયા પર સતત કોમેન્ટ કરી રહ્યા છે.

45 કરોડનું ફિલ્મનું બજેટ

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અર્જુન કપૂરની ‘ધ લેડી કિલર’ ફિલ્મનું બજેટ લગભગ રૂ. 45 કરોડ છે. પહેલા દિવસે આ ફિલ્મ માત્ર 38 હજાર રૂપિયાનું કલેક્શન કરી શકી હતી. જે કંગના રનૌતની ‘તેજસ’ ફિલ્મ કરતા ઘણી ઓછી છે. કંગનાની ‘તેજસ’ એ 11મા દિવસ સુધી લગભગ 7 લાખ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જ્યારે તેની હાલત વધુ ખરાબ છે.

અર્જુન કપૂરે શું કહ્યું?

આ ફિલ્મ વિશે અર્જુન કપૂરે જણાવ્યું હતું કે, મેં આ ફિલ્મને ઘણું બધું આપ્યું છે. માનસિક અને ભાવનાત્મક રીતે, ફિલ્મ મારા અને ભૂમિ માટે ખૂબ જ મહત્ત્વની છે. પ્રેમ કથાના કિસ્સામાં તે મને સાચું લાગે છે. એટલા માટે હું શૂટિંગ પછી બ્રેક પર ગયો હતો. તમને જણાવી દઈએ કે, અર્જુન કપૂરે લાંબા સમયથી એક પણ હિટ ફિલ્મ આપી નથી. આ પહેલા અભિનેતાની ‘એક વિલન રિટર્ન્સ’ રિલીઝ થઈ હતી જે સુપર ફ્લોપ સાબિત થઈ હતી.

Related posts

બિગ બોસ ઓટીટી 2

Navbharat

રણવીર સિંહ, દીપિકા પાદુકોણે સાબિત કર્યું કે તેઓ એકબીજાના પ્રેમમાં પાગલ છે.

Navbharat

વિક્રાંત મેસીની પ્રેરણાદાયી ફિલ્મ ’12th Fail’ હાલ પણ સિનેમાઘરોમાં યથાવત, જાણો અત્યાર સુધી કેટલી કરી કમાણી?

Navbharat