NavBharat
Gujarat

અરવલ્લી: બાયડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી પેટી ડોક્ટર ઝડપાયો, ડિગ્રી વિના તબીબ બની લોકોના આરોગ્ય સાથે કરતો હતો ચેડાં

અરવલ્લી જિલ્લામાં ઝોલા છાપ ડોકટરોનો રાફડો ફાટ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બની બેઠેલા નકલી તબીબો બિંદાસ્ત લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. જિલ્લા એસઓજી પોલીસે બાયડ તાલુકાના વજેપુરા ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પેટી ડોક્ટર બની લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા મહેશસિંહ ચંદુસિંહ સોલંકી નામના બોગસ ડોક્ટરની અટકયાત કરી હતી. સાથે જ દવાઓ, મેડિકલ સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અરવલ્લી એસઓજી પીએસઆઈ સી.એફ.રાઠોડ અને તેમની ટીમે બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા વજેપુરા ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં મહેશસિંહ ચંદુસિંહ સોલંકી (રહે. રોજડ, તલોદ-સાબરકાંઠા) નામનો શખ્સ લોકોને તબીબ હોવાનું જણાવી પેટીમાં દવાઓનો જથ્થો રાખી ઘરે ઘરે સારવાર કરતો હોવાની બાતમી મળતા એસઓજી પોલીસ તાબડતોડ વજેપુરા ગામમાં ત્રાટકી મહેશસિંહ ચંદુસિંહ સોલંકીને દબોચી લીધો હતો.

આરોપીની તપાસ દરમિયાન તેની પાસેથી દવાઓનો જથ્થો અને મેડિકલ સાધનો મળી કુલ.રૂ.3518નો મુદ્દામાલ જપ્ત કરી નકલી તબીબ સામે આંબલીયારા પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ-419 તથા ધ ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ-30 મુજબ ગુન્હો નોંધાવી આગળની તપાસ આંબલીયારા પોલીસને સૂપ્રત કરી હતી.

Related posts

સ્પેશિયલ ખેલમહાકુંભ-૨૦૨૩માં ભાગ લેવા ઈચ્છુક દિવ્યાંગ ખેલાડીઓ ૧૫ ડિસેમ્બર સુધી ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે

Navbharat

અમેરિકાના લોકો નિયમિતપણે ખાય છે ગુજરાતમાં તૈયાર થતો ઔષધીય પાક ઇસબગુલ

Navbharat

નવી દિલ્હીમાં ક્રાફ્ટ્સ બજાર, જી-20 સમિટમાં ભાગ લેવા માટે કચ્છ અને કાઠિયાવાડ એમ્બ્રોઈડરી અને પાટણના પટોળા ગુજરાતમાંથી તૈયાર

Navbharat