NavBharat
Gujarat

ઉત્તરાયણ પર્વની ઉજવણી અંગે જનતાની સલામતી, કાયદો-વ્યવસ્થાની જાળવણી હેતુસર અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું

આગામી મકરસંક્રાંતિ પર્વની ઉજવણી થનાર છે. આ પર્વને અનુલક્ષીને અમદાવાદ શહેર વિસ્તારમાં જાહેર માર્ગ, રસ્તાઓ કે મકાનના ધાબા ઉપર ચડીને ભયજનક રીતે લોકો પતંગ ઉડાડતા હોય છે. જેને લઇને વ્યક્તિઓની જાનને જોખમ ઊભું થવાની સંભાવના રહેલી છે. આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડતા હોય છે. આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડતા હોય છે. કેટલાક લોકો જાહેર માર્ગ ઉપર પતંગ ઉડાડતા હોય છે તેમજ કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બાંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઈ પણ ધાતુના તારના લંગર બનાવી લઇને આમતેમ શેરીઓ, ગલીઓ જાહેર રસ્તાઓ ઉપર દોડા-દોડી કરતા હોય છે. લંગર નાખીને તારમાં ભરાયેલા પતંગ કાઢવાના પ્રયત્ન કરે, જેના કારણે ટેલિફોન, ઇલેક્ટ્રિકના બે તાર (વાયરો) ભેગા થવાથી શોર્ટ સર્કિટના કારણે તાર તૂટી જવાના કારણે અકસ્માતો સર્જાવાના ગંભીર બનાવ બનતા હોય છે. જેને અનુલક્ષીને જાહેરમાર્ગો ઉપર ગાયો તથા બીજા પશુઓ દ્વારા ટ્રાફિક અવરોધ પેદા થતો હોય છે.
 
 
સિન્થેટિક મટિરિયલ અથવા સિન્થેટિક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન બાયો ડીગ્રેડેબલ હોય તેવા ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય છે. આ ચાઇનીઝ દોરાઓ એકદમ ધારદાર હોવાને કારણે કોઇ વ્યક્તિને શરીરના કોઇ ભાગ ઉપર ઘસાવવાથી શરીર ઉપર તીક્ષ્ણ કાપાઓ પડે છે. જેના કારણે શારીરીક ગંભીર ઇજાઓ થવાના અને કયારેક અંગો કપાઇ જવાના તેમજ કેટલાક સંજોગોમાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું મોત નીપજયા સુધીના ગંભીર બનાવો પણ બનતા હોય છે.ગુજરાત હાઇકોર્ટ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશોને આધિન ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા ઉપર તથા નાઇલોન અથવા અન્ય સિન્થેટિક મટિરિયલ અથવા સિન્થેટિક પદાર્થથી કોટેડ કરેલ હોય અને નોન બાયોડીગ્રેડેબલ હોય તેવા ચાઇનીઝ દોરાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ કરવા ઉપર હંગામી પ્રતિબંધ માટે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ના રરમા અધિનિયમની કલમ ૩૩(૧) (ખ), ૩૩(૧)(ભ), ૧૧૩ મુજબ મળેલ સત્તા હેઠળ પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવું જરૂરી હોય. જેથી નીચે મુજબનો પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. આથી જી.એસ.મલિક પોલીસ કમિશનર, અમદાવાદ શહેર દ્વારા નીચે દર્શાવેલ પ્રતિબંધ ફરમાવ્યા હતા.
 
(૧) કોઇ પણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગે રસ્તા, ફૂટપાથ તેમજ ભયજનક ધાબા પર પતંગ ઉડાડવા ઉપર 
(૨) આમ જનતાને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ-સ્પીકર વગાડવા ઉપર 
(૩) આમ જનતાની લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉકેરણીજનક લખાણો લખી પતંગ ઉડાડવા ઉપર 
(૪) શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે કપાયેલા પતંગો અને દોરાઓ મેળવવા માટે હાથમાં લાંબા ઝંડાઓ, વાંસના બાંબુઓ, લાંબી વાંસની પટ્ટીઓ, લોખંડના કે કોઇપણ પાનુના તારના લંગર બનાવી આમ-તેમ શેરીઓ,ગલીઓ, જાહેર રસ્તાઓ ઉપર દોડા-દોડી કરવા ઉપર 
(૫) રસ્તાઓ ઉપર ગલીઓમાં ટેલિફોન / ઇલેક્ટ્રિકના બે વાયરો ભેગા થયાની શોર્ટ સર્કિટના કારણે તાર તૂટી જવાથી અકસ્માતો સર્જાય ગંભીર બનાવો બનતા હોય છે, જેથી ટેલિફોન કે ઇલેક્ટ્રિકના તાર ઉપર વાંસડાઓમાં લોખંડ કે કોઇપણ પાનુના તાર લંગર દોરી) નાખવા ઉપર તેમજ તેમાં ભરાયેલ પતંગ કે દોરી કાઢવા ઉપર 
(૬) જાહેર માર્ગો ઉપર કોઇપણ વ્યક્તિઓ દ્વારા જાહેરમાં ધાસચારાનું વેચાણ કરવા ઉપર અને આમ-જનતા દ્વારા આ ધાસચારો ખરીદ કરીને જાહેર રસ્તા ઉપર ગાય/ પશુઓને ધાસચારો નાખી ટ્રાફિક અવરોધ ઊભો કરવા ઉપર 
(૭) પ્લાસ્ટિક પાકા સિન્થેટિક મટિરિયલ, ટોક્સિક મટિરિયલ, કાચ પાવડર તથા અન્ય હાનિકારક પદાર્થોનો ઉપયોગ કરી તૈયાર કરેલ તથા નોન-બાયોડીગ્રેડેબલ હોય તેવી દોરી નાયલોન/ચાઇનીઝ માંઝાના પાકા દોરા તથા પ્લાસ્ટિક ચાઇનીઝ બનાવટના ચાઇનીઝ દોરાના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર, દોરાના ઉપયોગ કરી પતંગ ઉડાડવા ઉપર 
(૮) ચાઈનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન, સ્કાય લેન્ટર્નના ઉત્પાદન, આયાત, ખરીદ વેચાણ, સંગ્રહ અને પરાશ કે ઉપયોગ કરવા ઉપર, ઉડાડવા ઉપર પ્રતિબંધ છે. 
        
 
આ હુકમ અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓએ આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇસમો વિરુદ્ધ કલમ – ૧૮૮ તથા જી.પી.એક્ટ ૧૯૫૧ની કલમ ૧૩૧ મુજબ લેખિત ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવે છે. 

Related posts

૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજા જોગ સંદેશ

Navbharat

બિલ્કીસ બાનો ગેંગ રેપ કેસ

Navbharat

ગણેશ ચતુર્થીના પાવન અવસરે ઘાટલોડીયા વિધાનસભા વિસ્તારમાં આવેલા મધુવૃંદ રો-હાઉસ ખાતે ગણેશ ઉત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

Navbharat