NavBharat
Entertainment

રિતિકની ફિલ્મ ફાઈટરમાં અનિલ કપૂરનો કંઈક આવો હશે અંદાજ, ફર્સ્ટ લૂક થયો વાયરલ 

અનિલ કપૂર આ ઉંમરે ફિટ રહેવાની સાથે સાથે એક્ટિંગ ક્ષેત્રે ખૂબ જ એક્ટિવ રહેશે. રિતિક રોશનની ફાઇટર ફિલ્મમાં અનિલ કપૂર નજરે પડશે. આ ફિલ્મમાં અનિલ કપૂરનો લૂક અત્યારથી જ વાયરલ થયો છે. અનિલ કપૂર આ ફિલ્માં કેપ્ટનના રોલમાં જોવા મળી રહ્યા છે. ફાઇટરમાં અનિલ કપૂર સિવાય લીડ રોલમાં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ રહેશે. જેમની મહત્વની ભૂમિકા રહેશે પરંતુ અનિલ કપૂરનો રોલ પણ મહત્વનો રહેશે. 

સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આવતા વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થઈ રહી છે. સિદ્ધાર્થ આનંદ પઠાણ અને વૉર જેવી ફિલ્મો માટે જાણીતો છે. તેની ફિલ્મો એક્શન અને મારધાડથી ભરપૂર હોય છે. આ સાથે જ ફિલ્મમાં અદભૂત પ્રકારની ફાઈટીંગ પણ જોવા મળતી હોય છે. 

જો કે, બોલિવૂડના ફિટ એક્ટર પણ આ દિવસોમાં પોતાની તાજેતરની ફિલ્મ એનિમલને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે રણબીર કપૂરના પિતાના રોલમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ બની રહી છે.

ફાઇટરના ગ્રૂપ કેપ્ટન રાકેશ જય સિંહ તરીકે અનિલ કપૂરનો લુક રિલીઝ કરાયો છે. ફાઇટરમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ લીડ રોલમાં છે, આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવ્યું છે. રિતિક રોશન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ફાઇટરમાં અનિલ કપૂર પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. નિર્માતાઓએ હવે અનિલ કપૂરનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. જ્યાં અનિલ કપૂરનો દમદાર અવતાર જોવા મળ્યો છે. 
 
અનિલ કપૂર આ ઉંમરે પણ બીજા માટે પ્રેરણારુપ છે કેમ કે, આ ઉંમરે અનિલ કપૂર ફિટ રહે છે. આ સાથે એક્ટિંગમાં પહેલાથી જ મજબૂત અભિનય કરતા આવ્યા છે ત્યારે તેઓ એક પછી એક મોટી ફિલ્મોમાં અભિનય કરતા જોવા મળે છે.

Related posts

હવે સુપરસ્ટાર ગોવિંદા અને ફિલ્મ ડાયરેક્ટર ડેવિડ ધવન વચ્ચે બધુ બરાબર છે! અભિનેતાએ પોતે જ કર્યો ખુલાસો

Navbharat

મેડ ઇન હેવન સીઝન 2

Navbharat

ભારત: માર્વેલ્સ એન્ડ મિસ્ટ્રીઝ, પ્રીમિયર 4 જાન્યુઆરી 2024, રાત્રે 9 વાગ્યે, દર ગુરુવાર-શુક્રવારે, માત્ર હિસ્ટ્રી ટીવી18 પર

Navbharat