NavBharat
Politics/National

નિઝામાબાદમાં અમિત શાહની ચૂંટણી રેલી, BRS સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- BRS સરકારે તેલંગાણાને બરબાદ કરી દીધું..!

તેલંગાણામાં હાલ વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે, ત્યારે તમામ રાજકીય પક્ષ ચૂંટણી જીતવા માટે પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આ શ્રેણીમાં બીજેપી નેતા અને ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે તેલંગાણાના નિઝામાબાદ પહોંચ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 25થી 27 નવેમ્બર સુધી કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો ત્રણ દિવસીય પ્રવાસ કરશે.

BRS સરકાર પર સાધ્યું નિશાન

નિઝામાબાદમાં અમિત શાહે બીઆરએસ સરકાર પર નિશાન સાધ્યું હતું. જાહેર સભામાં જનતાને સંબોધતા તેમણે આરોપ લગાવ્યો હતો કે, BRS સરકારે તેલંગાણા રાજ્યને બરબાદ કરી દીધું છે. તેમણે કહ્યું કે, “છેલ્લા 9 વર્ષમાં આપેલા વચનો કેસીઆર પૂરા કરવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે માત્ર ભ્રષ્ટાચાર જ કર્યો છે. બીઆરએસ ધારાસભ્યોએ બસ ડેપો માટે ફાળવવામાં આવેલી જમીન પર પણ કબજો કરી લીધો અને તેને શોપિંગ મોલમાં ફેરવી દીધો. KCR શા માટે આવા ધારાસભ્યોને ટિકિટ આપી? કારણ કે બીઆરએસ પાર્ટીની ટિકિટનો ધંધો કરે છે.”

ગુનેગારોને જેલ ભેગા કરાશે- અમિત શાહ

અમિત શાહે તેલંગાના રાજ્ય સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, “કેસીઆર રજાકારો અને ઓવૈસીના ડરથી હૈદરાબાદ મુક્તિ દિવસ ઊજવતા નથી, પરંતુ મોદીજીએ નક્કી કર્યું છે કે દર વર્ષે હૈદરાબાદ મુક્તિ દિવસ ઊજવવામાં આવશે. જો સરકાર બનશે તો ભાજપ, કે.સી.આર. દ્વારા કરવામાં આવેલા તમામ કૌભાંડો અને છેતરપિંડીઓની તપાસ કરવા માટે કાર્યવાહી કરશે અને દોષિતોને જેલમાં મોકલવામાં આવશે!”

દલિત સમાજને સીએમ બનાવવાનો વાયદો

અમિત શાહે કહ્યું હતું કે, “KCRએ દલિત સમુદાયમાંથી સીએમ બનાવવાનું વચન આપ્યું હતું. આજે હું તમારા બધાની સામે કહેવા માગુ છું કે ભાજપ તમને પછાત વર્ગમાંથી આવતા સીએમ આપશે. પીએમ નરેન્દ્ર મોદીએ પેટ્રોલિયમ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. પરંતુ, KCRએ GST ઘટાડ્યો નથી. અમે નિર્ણય લીધો છે કે સરકાર બનાવ્યા પછી પ્રથમ કેબિનેટ સત્રમાં ભાજપ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરશે.”

Related posts

દિલ્હીમાં ઓડ-ઈવન સ્કીમ હાલ પુરતી મુલતવી, પર્યાવરણમંત્રીએ કહ્યું- સુપ્રીમ કોર્ટના આદેશ બાદ થશે લાગૂ!

Navbharat

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી: બપોરે 3 વાગ્યા સુધી 55.63% મતદાન, સીકરમાં પથ્થરમારો, બૂથ એજન્ટનું મૃત્યુ

Navbharat

બાળકોમાં કુપોષણની સમસ્યાને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે દૂર કરવી પડશે : ગૃહમંત્રી શ્રી અમિત શાહ

Navbharat