NavBharat
Politics/National

કિશનગઢમાં અમિત શાહનો ગેહલોત સરકાર પર પ્રહાર, કહ્યું- રાજસ્થાનના 40 લાખ યુવાનો સાથે છેતરપિંડી કરી..!

રાજસ્થાનમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજ્યની સત્તાધારી કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ બંને સતત રેલીઓ કરી રહી છે અને એકબીજા પર શાબ્દિક પ્રહાર કરી રહી છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કિસનગઢમાં એક જાહેરસભાને સંબોધિત કરી હતી. આ સભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, “ગેહલોત સરકારે રાજસ્થાનના 40 લાખ યુવાનો સાથે દગો કર્યો છે. જો અમારી ડબલ એન્જિનની સરકાર આવશે તો અમે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દઈશું…આટલા બધા પેપર લીક થયા પછી પણ ગેહલોતજી કહી રહ્યા છે કે મને વધુ એક તક આપો.”

‘9 વર્ષ પીએમ મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું’

અમિત શાહે કહ્યું કે, આ 9 વર્ષમાં પીએમ મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, કાશ્મીરમાંથી ધારા 370 હટાવાઈ, ઉરી અને પુલવામામાં હુમલા કરવા પર પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક થકી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો. તેમને આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ પાર્ટી એ પછાત વર્ગની વિરોધી છે. અમિત શાહે કહ્યું કે, ગેહલોત સરકારને લાલ ડાયરીથી ખૂબ જ ડર લાગે છે. કારણ કે, લાલ ડાયરીમાં તેમના ભ્રષ્ટાચારના તમામ કારનામાઓ છે. તેમણે આરોપ લગાવ્યો કે, ગહેલોત સરકારે હજારો કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યું છે.

Related posts

હાઇવે પર ગતિ મર્યાદાની અંદર વાહન ન ચલાવવા બદલ દંડની જોગવાઈ

Navbharat

પ્રધાનમંત્રીનું દક્ષિણ આફ્રિકા અને ગ્રીસની મુલાકાત પહેલા પ્રસ્થાન નિવેદન

Navbharat

ગુજરાત યુનિવર્સિટી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યુથ, સ્કીલ અને ઇનોવેશન ઉપર આયોજિત આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન

Navbharat