NavBharat
Gujarat

AMC દ્વારા પૂર્વ વિસ્તારમાં દબાણો કરવામાં આવ્યા દૂર, વાહનો સામે દંડ કાર્યવાહી કરવામાં આવી

AMC દ્વારા પૂર્વ વિસ્તારમાં દબાણો કરવામાં આવ્યા દૂર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા દબાણ દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.

હાટકેશ્વર સર્કલ રોડ સી.ટી.એમ. ચાર રસ્તા, હસ્તીનાપુર સોસાયટી, રબારી કોલોની ચાર રસ્તાથી સ્વસ્તિક ચાર રસ્તા થઇ મેટ્રો સ્ટેશન સુધી પૂર્વ ઝોન બાજુનો ભાગ ઉપરાંત  ફુવારા સર્કલ થી સદગુરૂ ગાર્ડન થઇ કે.પી.હાઈટસ સુધી તથા સોનીની ચાલીના ટી.પી.રોડ અને તેની ફૂટપાથ ઉપરના દબાણો ઉપાડવાની અને વાહનોને લોક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ કામગીરી દરમિયાન ૦૨-નંગ શેડ તથા ૦૩-નંગ લારી, ૪૧-નંગ બોર્ડ/બેનર તથા ૫૮-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યા હતા.

આ સિવાય બી.આર.ટી.એસ. રૂટ પરના દબાણો હટાવાયા હતા. જેમાં પૂર્વ ઝોન હદ વિસ્તારમાં આવતા બી.આર.ટી.એસ. રૂટ સારંગપુર બ્રીજથી બાર્સેલોના સર્કલ તથા ઠક્કર બાપાનગર ચાર રસ્તાથી જશોદાનગર ચાર રસ્તા સુધીના બંને સાઈડની કોરીડોર પરથી ૦૧-નંગ શેડ તથા ૦૨-નંગ લારી, ૧૮-નંગ બોર્ડ/બેનર તથા ૩૫-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ઉપરાંત વિરાટનગર વોર્ડમાં ૦૧-નંગ કાઉન્ટર, ૦૨-નંગ વજન કાંટો, ૦૧-નંગ છત્રી, ૧૪-નંગબોર્ડ, બેનર, ૨૧-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરેલ છે,  ૦૪-નંગ વાહનોને લોક મારી રૂ.૨૦૦૦ વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.

વસ્ત્રાલ વોર્ડમાં ૦૧-નંગ ધાર્મિક દબાણ દુર કરેલ છે અને ૦૭-નંગ વાહનોને લોક મારીને રૂ.૩૫૦૦ વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો અને નિકોલ વોર્ડમાં ૦૧-નંગ ચબુતરો દુર કરી, ૦૩-નંગ વાહનોને લોક મારી રૂ.૧૫૦૦ વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.

આમ, પૂર્વ ઝોનમાં ૦૩-નંગ શેડ, ૦૫-નંગ લારી, ૦૧-નંગ કાઉન્ટર, ૦૨-નંગ વજન કાંટો, ૦૧-નંગ છત્રી, ૭૩-નંગ બોર્ડ, બેનર તથા ૧૧૪-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરાયો હતો. તથા ૪૨-નંગ વાહનોને લોક મારી રૂ.૧૮૪૦૦ વહીવટી ચાર્જ વસુલ કરાયો હતો.

આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ/જંક્શન પરના દબાણ, મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ, બિન-પરવાનગીના બાંધકામો તેમજ બોર્ડ, બેનરો દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.

Related posts

“ક્લિનેસ્ટ સિટી”ની લીગમાં સુરત ઇન્દોર સાથે જોડાયું

Navbharat

જાપાનમાં ટોક્યો ખાતે વાયબ્રન્ટ ગુજરાત રોડ શૉ

Navbharat

અમદાવાદ જિલ્લા કક્ષાના ૭૪મા વન મહોત્સવની ઉજવણી

Navbharat