NavBharat
Tech

એમેઝોન ઇન્ડિયા ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે MoU પર હસ્તાક્ષર કરનાર સૌપ્રથમ ઇ-કમર્સ કંપની બની;ઇ-કોમર્સઉદ્યોગ માટે વહનમાં નવીનતા અને ક્રાંતિ લાવવાનું ચાલુ રાખે છે

એક સીમાચિહ્ન પ્રગતિમાં એમેઝોન ઇન્ડિયા અનેપોર્ટ્સ, શિપ્પીંગ અને વોટરવેઝ મંત્રાલય હેઠળનાઇનલેન્ડ વોટરવેઝ
ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IWAI)એ ઇનલેન્ડ વોટરવેઝ મારફતે ગ્રાહકોના પેકેજીસનું વહન કરવા માટે એક પ્રસ્થાપિત
મુસાફરી શરૂ કરવા માટે સમજૂતિ કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રગતિ સાથે એમેઝોન ઇન્ડિયા ઇનલેન્ડ
વોટરવેઝનો ઉપયોગ કરનારી દેશની સૌપ્રથમ ઇ-કોમર્સ કંપની તરીકે ઉભરી આવી છે, અને તે રીતે ભારતમાં પોતાના
હેરફેરના આંતરમાળખાને વધુ સુદ્રઢ બનાવવાની પોતાની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને પુનઃપ્રસ્થાપિત કરે છે. IWAI
સાથેનો સહયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાહનવ્યવહારના પોષણક્ષમ અને ટકાઉ પ્રકાર તરીકે ઇનલેન્ડ
વોટરવેઝના વધુ પડતા ઉપયોગ કરવાના સ્વપ્ન અનુસારનો છે.

“છેલ્લા કેટલાક વર્ષોમાં, અમે દેશમાં અમારી પરિપૂર્ણતા, પરિવહન અને લોજિસ્ટિક્સ આંતરમાળખાના સર્જન માટે ઘણા
સકારાત્મક પગલાં લીધાં છે. એમેઝોન ઈન્ડિયા અને ઈન્લેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા વચ્ચેનો આ MoU એક
પરિવર્તનકારી ઓફર વિકસાવવા માટે તૈયાર છે જે તમામ ઈ-કોમર્સ કંપનીઓ માટે દેશના વ્યાપક ઇનલેન્ડ
વોટરવેઝનો લાભ ઉઠાવવા માટે નવી શક્યતાઓના દ્વાર ખોલશે. અમે લોજિસ્ટિક્સના ભાવિમાં પરિવર્તન લાવવાના
અમારા વૈશ્વિક મિશન માટે પ્રતિબદ્ધ છીએ અને મોટા પાયે ભારતીય ઈ-કોમર્સ ઉદ્યોગ માટે લોજિસ્ટિક્સ અને પરિવહન
કાર્યક્ષમતા વધારવા માટે દેશની નદીઓ, નહેરો અને અન્ય જળાશયોની સંભવિતતાનો ઉપયોગ કરવાનો પ્રયાસ
કરીએ છીએ,"એમ એમેઝોન ઇન્ડિયાના ઓપરેશન્સના વાઇસ પ્રેસિડન્ટ અભિનવ સિંહએ કહ્યું હતું.

આ MoU હેઠળ એમેઝોન ઇન્ડિયા અને IWAI કન્ટેનરવાળા કાર્ગોની હેરફેર અને કાર્ગો શિપમેન્ટ માટે ઇનલેન્ડ
વોટરવેઝના વપરાશ માટેનું નેટવર્ક ઊભુ કરવામાં મદદ મળી રહે તે માટે એક સાથે કામ કરશે. એમેઝોન ઇન્ડિયા
પોતાની પુરવઠા શ્રૃંખલાના ભાગરૂપે ઇનલેન્ડ વોટરવેઝની શોધ કરવાનું ચાલુ કરશે અને IWAI અને તેના કેરિયર્સ સાથે
પટણાથી કોલકાતા વોટરવેઝનો સૌપ્રથમ વખત ઉપયોગ કરવાનું ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે. ગ્રાહકોની વધી
રહેલી માગને પહોંચી વળવા અને ઇ-કોમર્સ ઉદ્યોગ માટે બન્નેને અરસપરસ રીતે લાભકારક હોય તેવા પ્રોજેક્ટસની
શોધ કરવા માટે સરકારી ઓથોરિટી સાથે સહયોગ કરવા માટે પોતાની ક્ષમતાને વધુ મજબૂત બનાવવાનું ચાલુ
રાખશે.
પોર્ટ્સ, શિપ્પીંગ અને વોટરવેઝના કેબિનેટ પ્રધાન માનનીય શ્રી સરબનંદા સોનોવાલએ જણાવ્યું હતુ કે, “એમેઝોન
ઇન્ડિયા સાથેના આ MoU ભારતના ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટની સંભવનાઓનો લાભ ઉઠાવવા પરત્વે એક નોંધપાત્ર
પગલું છે. નદીની વ્યવસ્થા મારફતે વધી રહેલા કાર્ગોની હેરફેર પર અમારુ ફોકસ છે, જે વાહનવ્યવહારનો વધુ ટકાઉ
અને કરકસરપૂર્ણ પ્રકાર છે. વોટરવેઝ વાહનવ્યવહાર ઉકેલનું સર્જન કરવા માટે IWAI સાથે સહયોગ કરવાનો પ્રયત્ન
કરવા બદલ હું એમેઝોન ઇન્ડિયાને અભિનંદન આપુ છું. આ પહેલ ભારતના ઝડપથી વિકસતા ઇ-કોમર્સ ક્ષેત્રમાં ટકાઉ
લોજિસ્ટિક્સ ઉકેલોની અગત્યતાનું પ્રતિબિંબ છે.”
IWAI અને એમેઝોન ઇન્ડિયા વચ્ચેનો આ વ્યૂહાત્મક સહયોગ કાર્ગો પરિવહનમાં નવીનતા, ટકાઉપણું અને કાર્યક્ષમતાને
આગળ વધારવા માટે સજ્જ છે, જે ભારતની આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં ફાળો આપે છે.

ઇનલેન્ડ વોટરવેઝના સંચાલનના આગમન સાથે, ગ્રાહક પેકેજોની ઝડપી, સસ્તી, ટકાઉ અને વધુ વિશ્વસનીય ડિલિવરી
સુનિશ્ચિત કરવા માટે, રેલ, હવાઈ, પાણી અને સપાટી સહિત દેશમાં પરિવહનના તમામ સંભવિત મોડ્સનો ઉપયોગ
કરી શકશે અને એમેઝોન તેના લાખો વિક્રેતાઓને વિશાળ પહોંચ પૂરી પાડશે.

Related posts

બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ એથર-વિકસિત કનેક્ટરને ભારતમાં લાઇટ ઇવી માટે નવા ચાર્જિંગ સ્ટાન્ડર્ડ તરીકે મંજૂરી આપી

Navbharat

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામના મેસેન્જરમાં ખાસ પ્રકારના મહત્વના બદલાવ કરી રહી છે મેટા

Navbharat

ISRO ગગનયાન મિશન માટે સફળ પેરાશૂટ પરીક્ષણો કરે છે

Navbharat