NavBharat
Gujarat

રાજકોટમાં ઠંડીની મોસમ સાથે જુગારની મોસમ પણ ધમધમી: જુગાર રમતા 25 ઝડપાયા, 2.90 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરી વધતી જઈ રહી છે. ક્યાંક અપહરણ, ચોરી, લૂંટફાટ તો ક્યાંક મારામારી, જુગાર અને દારૂનો ધંધો કરતા ગુનેગારો ઝડપાઈ રહ્યા છે. ક્યાંક ગુનાખોરોમાંથી પોલીસનો ડર અને કાયદા વ્યવસ્થાનો દર ક્યાંક ને ક્યાંક ઓછો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ગુનાખોરી ઘટે તે માટે પોલીસને હવે વધુ કડક થવાની જરૂર છે. રાજકોટમાંથી વધુ એક પ્રકરણ પકડાયું છે, જેમાં જુગાર રમતા 25 શખ્સો રોકડ રકમ સાથે ઝડપાયા છે.

2.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

મળતી માહિતી અનુસાર રાજકોટમાં જુગાર રમતા 25 જણા એક એપાર્ટમેન્ટમાંથી ઝડપાયા છે, જેમની પાસેથી પોલીસે રોકડ રકમ કબજે કરી છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાંથી મળતી માહિતી અનુસાર, પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી, જેનાં આધારે પોલીસ રાજકોટમાં આવેલ શાસ્ત્રી મેદાન સામે સ્થિત એવરેસ્ટ એપાર્ટમેન્ટમાં નવમા માળે એક ઘરમાં દરોડો પાડ્યો હતો. દરમિયાન, ત્યાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા. ત્યારે પોલીસે 25 જણાને જુગાર રમતા રંગેહાથે ઝડપ્યા હતા અને 25 જુગારીઓ પાસેથી કુલ 2.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બધા જુગારીઓને રિમાન્ડ પર લઈ પૂછપરછ આદરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલની રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ

Navbharat

કચ્છ રણોત્સવમાં એક વધુ મોરપીંછ ઉમેરાયું

Navbharat

વિદ્યા સમીક્ષા કેન્દ્ર – ગુજરાતથી ગ્લોબલ

Navbharat