NavBharat
Business

એરટેલ પેમેન્ટ્સ બેન્કની ત્રીજા ત્રિમાસિકની મહેસૂલ 47 ટકા વધીને રૂ. 469 કરોડ થઈ

બેન્કિંગ લાઈસન્સ સાથે ઉચ્ચ તરે કામ કરતી ભારતની એકમાત્ર નફાકારક મલ્ટી-સેગમેન્ટ ફિનટેક
એરટેલ પેમેન્ટ્સ બેન્કે આજે 31 ડિસેમ્બર, 2023ના પૂરા થયેલા ત્રીજા ત્રિમાસિક માટે તેનાં એકીકૃત પરિણામોની
ઘોષણા કરી હતી., ચોખ્ખો નફો વર્ષ દર વર્ષ 120 ટકા વધ્યો, જ્યારે માસિક લેણદેણ કરતા ઉપભોક્તા મૂળ 59
મિલિયન સુધી વધ્યું
પરિણામો પર બોલતાં એરટેલ પેમેન્ટ્સ બેન્કના એમડી અને સીઈઓ અનુબ્રત બિશ્વાસે જણાવ્યું હતું કે, “અમે સેવિંગ
બેન્ક અકાઉન્ટ, ડેબિટ કાર્ડ અને ફાસ્ટેગ સહિત અન્ય ઓફરો સહિત અમારી સુરક્ષિત ડિજિટલ પ્રોડક્ટો માટે ગ્રાહકોની
માગણીમાં ઉછાળા સાથે વધુ એક ત્રિમાસિકમાં એકધારી અને સ્પર્ધાત્મક વૃદ્ધિ નોંધાવી છે. કોમ્પ્લાયન્સ બેન્ક તરીકે અમે
જે પણ કરીએ તેમાં આધાર રહ્યો છે અને અમને વિશ્વાસ છે કે ભારતની એકમાત્ર નફાકારક ફિનટેક તરીકે ચાલુ
રહેવામાં તે અમને મદદરૂપ થશે.”
બેન્કે વર્ષ દર વર્ષ 47 ટકા વૃદ્ધિ સાથે રૂ. 469 કરોડની મહેસૂલ સાથે મજબૂત વૃદ્ધિની ગતિ ચાલુ રાખી છે, જ્યારે
ચોખ્ખો નફો વર્ષ દર વર્ષ 120.0 ટકા વધીને રૂ. 11 કરોડ થયો છે. બેન્કના માસિક લેણદેણ કરતા ઉપભોક્તાઓ
(એમટીયુ) 59 મિલિયન સુધી વધ્યા છે, જેનાથી ગ્રાહક ડિપોઝિટ્સમાં ત્રિમાસિક દરમિયાન વર્ષ દર વર્ષ 50 ટકાની
વૃદ્ધિ સાથે રૂ. 2339 કરોડ થઈ છે. બેન્કનું વાર્ષિકીય કુલ મર્ચન્ડાઈઝ મૂલ્ય (જીએમવી) રૂ. 2628 અબજ રહ્યું છે. બેન્કે
ડેબિટ કાર્ડ અને સેવિંગ્સ બેન્ક અકાઉન્ટ સહિત નવી રજૂ કરાયેલી પ્રોડક્ટોથી પ્રેરિત ફ્રી‌ ઈન્કમ પણ ઉછાળો નોંધાવ્યો
છે.
આ ડિજિટલ વિશ્વમાં સુરક્ષા મુખ્ય ચિંતાનો વિષય છે ત્યારે ગ્રાહકોને અનેક લાભો આપતા બેન્કના ડિજિટલ અકાઉન્ટ
સૌથી સુરક્ષિત જણાયા છે, જેમાં રોજની અને માસિક ચુકવણીઓ માટે સેકંડરી અકાઉન્ટ તરીકે ઉપયોગ કરનારા
ગ્રાહકોની સંખ્યા વધી રહી છે. એરટેલ પેમેન્ટ્સ બેન્કે તેની ડિજિટલ ઓફરો અને ગ્રાહકલક્ષી અકાઉન્ટ પ્લાન માટે
ઉત્તમ માગણી નોંધાવવાનું ચાલુ રાખ્યું છે.
એરટેલ પેમેન્ટ્સ બેન્ક વિવિધ ભૂગોળોમાં ગ્રાહકોને ત્રણ સેગમેન્ટ્સમાં સેવા આપે છે, જેમાં અર્બન ડિજિટલ, રુરલ
અંડરબેન્ક્ડ અને ઈન્ડસ્ટ્રીઝ અને બિઝનેસીસનો સમાવેશ થાય છે. તે ઘણી બધી ડિજિટલ નાણાકીય સેવાઓ- વીમો,
ધિરાણ અને રોકાણ સમાધાન સાથે પરિપૂર્ણ ડિજિટલ બેન્કિંગ સમાધાન ઓફર કરે છે. એરટેલ પેમેન્ટ્સ બેન્ક હવે તેનાં
મંચોમાં 7 અબજથી વધુ વાર્ષિકીય લેણદેણની પ્રક્રિયા કરે છે, જે તેને સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી ડિજિટલ બેન્ક
બનાવે છે. બેન્ક 500,000 નેબરહૂડ બેન્કિંગ પોઈન્ટ્સના સૌથી વિશાળ રિટેઈલ બેન્કિંગ નેટવર્ક સાથે દેશના
અંતરિયાળ ગ્રામીણ ભાગો સુધી બેન્કિંગ લઈ જઈને પહોંચ આપીને સમસ્યા ઉકેલે છે. આજે એરટેલ પેમેન્ટ્સ બેન્ક
3000થી વધુ કોર્પોરેટ ભાગીદારો સાથે દેશમાં સૌથી વિશાળ માઈક્રો કેશ પ્લેયર પણ છે. અહીં બેન્ક તેના વિતરણ અને
ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાસ્ટ- માલ કેશ ડિજિટાઈઝેશનનો ઉકેલ લાવતી દુર્લભ જગ્યામાં છે.

Related posts

સેન્સેક્સ, નિફ્ટીમાંથી Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનું નિરાકરણ મોકૂફ.

Navbharat

હિન્દુજાસ આરકેપ હસ્તગત કરવા માટે $1b એકત્ર કરશે

Navbharat

દિવાળી પહેલા પીએમ મોદીની 80 લોકોને મોટી ભેટ, કેન્દ્ર સરકારની આ યોજનાને 5 વર્ષ સુધી લંબાવી!

Navbharat