NavBharat
Politics/National

વોટ આપ્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ સીએમ ફેસની રેસને લઈ કર્યો ખુલાસો, કહ્યું- હું સીએમની રેસમાં..!

આજે મધ્યપ્રદેશમાં 230 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાતાઓ સરળતાથી મતદાન આપી શકે તે માટે રાજ્યભરમાં 64 હજારથી વધુ મતદાન મથકોની સુવિધા ઊભી કરવામાં આવી છે. રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ, ઉમેદવારો, સમર્થકો અને કાર્યકરોએ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. આ શ્રેણીમાં ગ્વાલિયરના મતદાતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મતદાન કરવા પહોંચ્યા હતા. અહીં વોટ આપ્યા બાદ તેમણે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા.

એમપીમાં સરકાર બનાવવા માટે 17 નવેમ્બરના રોજ 230 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, બપોરે 3 વાગ્યા સુધી રાજયમાં 61 ટકા મતદાન થયું છે. લોકશાહીના આ પર્વમાં રાજ્યના નાગરિકો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન વોટ આપ્યા બાદ સેન્ટ્રલ મિનિસ્ટર સિંધિયાએ ભાજપની જીત માટે મોટી વાત કહી. આ સાથે સીએમ ફેસ રેસમાં હોવા અંગે પણ મોટો ખુલાસો કર્યો છે.

હું સીએમની રેસમાં નથી- સિંધિયા

વોટ આપવા આવેલા કેન્દ્રીય મંત્રી સિંધિયાને જ્યારે સીએમ ચહેરાની રેસમાં હોવા અંગે પૂછવામાં આવ્યું તો તેમણે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને કહ્યું કે, હું સીએમની રેસમાં નથી. મેં તમને (મીડિયા) પહેલા પણ કહ્યું છે કે હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી. હું આ રેસમાં ન તો પહેલા હતો અને ન તો આજે. તમે મને 2013, 2018 અને આ ચૂંટણીમાં પણ વારંવાર પૂછ્યું અને મેં પણ તમને તે જ કહ્યું.

મતદાન કરવા માટે વિશેષ વિમાન દ્વારા ગ્વાલિયર પહોંચ્યા

વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે સિંધિયા દિલ્હીથી ગ્વાલિયર ખાસ વિમાન દ્વારા પહોંચ્યા હતા. એરપોર્ટથી તેઓ સીધા જ જલવિહારના AMI શિશુ મંદિર ખાતેના તેમના મતદાન મથક પર પહોંચ્યા અને તેમના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું. આ પછી તેમણે ત્યાં હાજર મીડિયાકર્મીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

Related posts

છત્તીસગઢની 20 બેઠકો પર મતદાન પૂર્ણ, કોંડાગાંવમાં સૌથી વધુ જ્યારે બીજાપુરમાં સૌથી ઓછું થયું વોટિંગ

Navbharat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૦ ડિસેમ્બરે રવિવારે ધોલેરાના હેબતપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાશે

Navbharat

મધ્યપ્રદેશ ચૂંટણી: અમુક જગ્યાએ થયો ગોળીબાર તો ક્યાંય નીકળી તલવારો, હિંસાની ઘટનાઓ વચ્ચે સાંજ સુધી 70 ટકાથી વધુ થયું મતદાન

Navbharat