NavBharat
Business

ટામેટાં પછી હવે ડુંગળીએ રડાવ્યા, પ્રતિ કિલો આટલે પહોંચ્યા ભાવ, દિવાળીમાં ખોરવાઈ શકે છે બજેટ!

દેશમાં હાલ દિવાળીના તહેવારની ઉજવણીનો માહોલ છે પરંતુ, આ વચ્ચે ડુંગળી લોકોને રડાવી રહી છે. અગાઉ ટામેટાંના ભાવમાં ભડકો થયો હતો. ત્યારે હવે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. દેશના ઘણા વિસ્તારોમાં ડુંગળીનો ભાવ પ્રતિ કિલો રૂ. 80ને પાર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ડુંગળીના ભાવની સાથે ખાવાની થાળીના ભાવ પણ વધી શકે છે.

ડુંગળીના ભાવમાં ભડકો

ઓકટોબરમાં ડુંગળીના ઊંચા ભાવને કારણે ખાદ્યપદાર્થોના ભાવ નીચે આવી શક્યા ન હતા. ઓક્ટોબરના બીજા પખવાડિયામાં ડુંગળીની કિંમત પ્રતિ કિલો રૂ.34થી વધીને રૂ. 40 સુધી બોલાઈ હતી. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બટાકા અને ટામેટાંના ભાવમાં ઘટાડાને કારણે શાકાહારી થાળીનો ભાવ ઘટીને રૂ.27.5 થયો હતો, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળાની સરખામણીમાં પાંચ ટકા અને સપ્ટેમ્બર મહિનાની સરખામણીએ એક ટકા ઓછો હતો.

રિપોર્ટ્સ અનુસાર, ટામેટાના ભાવમાં 38 ટકા અને બટાકાના ભાવમાં 21 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. જે સમગ્ર પરિસ્થિતિમાં સુધારો કરે છે. બીજી તરફ માંસાહારી થાળીની કિંમત પણ વાર્ષિક ધોરણે 7 ટકા ઘટીને રૂ. 58.4 થઈ છે અને સપ્ટેમ્બરની સરખામણીએ 3 ટકા ઓછી છે. એવું કહેવાય છે કે, સરકારના એલપીજી રાંધણ ગેસના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો કરીને પ્રતિ સિલિન્ડર 953 રૂપિયા કરવાના નિર્ણયથી પણ પરિસ્થિતિમાં મદદ મળી.

Related posts

ઓર્ગેનિક રિસાયક્લિંગ સિસ્ટમ્સ લિમિટેડનો IPO 21મી સપ્ટેમ્બરે ઓપન થશે

Navbharat

સર્વિ સના ઉના નવા સંશોસં શોધન મુજમુ બ, ભા રતની સ્કિ લની ખો ટને દૂર કરવા મા ટે AI અને ઓટો મેશમે નમાં 16.2 મિ લિ યન કા મદા રો ને અપગ્રેડ અને પુનઃપુ નઃકુશળ બના વવા ની જરૂર છે

Navbharat

ટાટા ટેક્નોલોજીસ કર્મચારીઓ માટે IPO શેર અનામત રાખે છે

Navbharat