NavBharat
Sport

ICC વર્લ્ડ કપ-2023ની ફાઇનલમાં ભારતીય ટીમની હાર બાદ આ ધારાસભ્યની દીકરી હિબકે ચડી, વીડિયો થયો વાયરલ

આઈસીસી વર્લ્ડ કપ-2023ની ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓમાં ભારે નિરાશા જોવા મળી છે. પરંતુ, બીજી તરફ ભારતીય ક્રિકેટ ફેન્સમાં પણ આ હારનું ભારે દુ:ખ જોવા મળી રહ્યું છે. ચાહકો હજી સુધી આ હારને ભૂલી શક્યા નથી. ત્યારે સોશિયલ મીડિયા પર શરદ પવાર જૂથના એનસીપી ધારાસભ્ય પ્રાજક્તા તાનપુરેની પુત્રીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ભારતીય ક્રિકેટ ટીમની હાર બાદ હિબકે ચડી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે હારી હતી. આ હાર બાદ કરોડો ભારતીય ચાહકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. ત્યારે શરદ પવાર જૂથના એનસીપી ધારાસભ્ય પ્રાજક્તા તાનપુરેની પુત્રી આરોહી પણ આ હારથી દુઃખી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયોમાં તે ખૂબ રડતી જોવા મળી રહી છે. આ વીડિયો ખુદ ધારાસભ્ય પ્રાજક્ત તનપુરેએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

વીડિયો શેર કરતા ધારાસભ્યએ લખ્યું કે, ‘આજની ​​હારથી કરોડો ભારતીયોના દિલને ઠેસ પહોંચી છે. મારી પુત્રી આરોહી પણ તેમાંની એક હતી. આરોહીએ આજની મેચ અને ભારતના વર્લ્ડ કપ ટાઇટલ માટે ઘણી તૈયારીઓ કરી હતી. પરંતુ, દિવસના અંતે રમત અને જીવનમાં જીત અને હાર થતી રહે છે. અમારે હાર સ્વીકારીને ફરી ઊભા થવું પડશે. ભારતીય ટીમે સમગ્ર ટૂર્નામેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. પણ આજનો દિવસ અમારો ન હતો. ઓસ્ટ્રેલિયન ટીમને અભિનંદન!

Related posts

વન ડે અને ટી-20માં ક્રિકેટમાં ભારતીય ટીમ પોઈન્ટ ટેબલ સાથે ટોપ પર, ટીમના ખેલાડીઓના આ છે રેન્ક 

Navbharat

ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના અધિકૃત બેવરેજ ભાગીદાર Thums Upએ Disney+ Hotstar સાથે ક્રિકેટના દિગ્ગજોને સમાવતી ‘Thums Up FanPulse’ લોન્ચ કરી

Navbharat

ભારતે ચાર મેચની T20 શ્રેણીની ચોથી મેચ 20 રને જીતી લીધી, ભારતે શ્રેણીમાં મેળવી સરસાઈ

Navbharat