NavBharat
Politics/National

મધ્યપ્રદેશમાં હાર બાદ કમલનાથ આજે પ્રદેશ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપે તેવી શક્યતા 

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી જીત મેળવી છે તો કોંગ્રેસે હાર મેળવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથ આ હાર બાદ આજે રાજીનામું હાઈકમાન્ડને આપે તેવી શક્યતા છે.  કમલનાથ મંગળવારે દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળશે અને રાજીનામું આપે તેવી શક્યતા છે.

ખાસ કરીને આ હારની સાથે સાથે કમલનાથને પદ પરથી હટાવવાનું કારણ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની હાર સિવાય ચૂંટણી પ્રચાર દરમિયાન વિપક્ષી ગઠબંધનને લઈને કમલનાથના નિવેદનને કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ પણ તેમનાથી નારાજ હોવાનું સૂત્રો તરફથી સામે આવી રહ્યું છે. અત્યારે તેઓ દિલ્હીમાં છે. 

રાજધાની દિલ્હી જતા પહેલા કમલનાથે મંગળવારે પાર્ટીના તમામ હારેલા અને જીતેલા ઉમેદવારો સાથે બેઠક કરી હતી. ભોપાલમાં રાજ્ય કાર્યાલયમાં હારની સમીક્ષા કરવામાં આવી હતી. કમલનાથે તમામ ઉમેદવારો સાથે વન ટુ વન ચર્ચા કરી હતી. 

કોંગ્રેસની મધ્યપ્રદેશમાં હાર થતા હાઈકમાન્ડ એક્શનમાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કમલનાથ પાસેથી રાજીનામું માંગતા આગામી સમયમાં મધ્યપ્રદેશનો કોંગ્રેસનો કાર્યભાર નવા નેતાને સોંપવામાં આવે તેવી પણ શક્યતા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસને જીતની અપેક્ષા હતી કેમ કે, ગત વખતે કોંગ્રેસનું પ્રદર્શન સારું હોવાથી જીત મેળવી હતી. જો કે, ભાજપે આ વખતે મધ્યપ્રદેશમાં ભાજપે બે તૃતિયાંશથી વધુ બેઠકો જીતી છે. પાર્ટીએ 230માંથી 163 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 66 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.

મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરના રોજ કુલ 230 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું હતું અને ત્રણ અન્ય રાજ્યો છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણાની સાથે રવિવારે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસની હાર બાદ રવિવારે મીડિયા સાથે વાત કરતા કમલનાથે કહ્યું હતું કે અમે મધ્યપ્રદેશના મતદારોના જનાદેશને સ્વીકારીએ છીએ. અમે વિપક્ષની ભૂમિકા ભજવીશું. ત્યારે હવે હાર બાદ સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર તેમની પાસેથી રાજીનામું માગવામાં આવ્યું છે. જેથી બની શકે કે તેઓ આજે રાજીનામું સોંપી શકે છે. 

Related posts

અજિત પવારનું નામ પૂણે જિલ્લા એનસીપીના વડા તરીકે.

Navbharat

ભારત બંદરોની સલામતી માટે નજીકના ભવિષ્યમાં બ્યુરોની સ્થાપના કરશે: શ્રી સર્વાનંદ સોનોવાલ

Navbharat

બંગાળના CM મમતા બેનર્જીનો કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ! કહ્યું- ‘2024ની ચૂંટણી પહેલા વિપક્ષી નેતાઓને જેલમાં મોકલવાની છે તેમની યોજના’

Navbharat