NavBharat
Entertainment

રશ્મિકા મંદન્ના પછી હવે અભિનેત્રી કાજોલ બની DeepFake વીડિયોનો શિકાર, ફેન્સમાં આક્રોશ

અભિનેત્રી રશ્મિકા મંદન્ના હાલમાં જ તેના ડીપફેક (DeepFake) વીડિયોના કારણે ચર્ચામાં રહી હતી. ત્યારે હવે રશ્મિકા બાદ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ કાજોલ પણ આ ટેક્નિકનો શિકાર બની છે. જણાવી દઈએ કે, કાજોલનો એક DeepFake અશ્લીલ વીડિયો સામે આવ્યો છે, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

DeepFake વીડિયોનો શિકાર બની કાજોલ

જણાવી દઈએ કે, આ ડીપફેક વીડિયોમાં અભિનેત્રીને ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અશ્લીલ રીતે રજૂ કરવામાં આવી છે. ડીપફેક સાથે એડિટ કરાયેલા વીડિયોમાં અભિનેત્રીને કપડાં બદલતી જોઈ શકાય છે. કાજોલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર અભિનેત્રીના ફેન્સ એ પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને કેટલાક યુઝર્સે તો આ મામલે કાયદાકીય કાર્યવાહીની માગ પણ કરી છે.

આ DeepFake વીડિયોમાં તમે જોઈ શકો છો કે અભિનેત્રી કેમેરાની સામે કપડાં બદલતી જોવા મળે છે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે કાજોલ નથી, પરંતુ સોશિયલ મીડિયા ઇંફ્લુએંસર છે. તેણે તેનો આ વીડિયો Tik-Tok પર શેર કર્યો હતો, જે ઘણો વાયરલ થયો હતો. તમને જણાવી દઈએ કે તેણે આ વીડિયો જૂન મહિનામાં શેર કર્યો હતો. જો તમે આ વીડિયોને ધ્યાનથી જોશો તો તમને ઘણી વખત ચહેરો બદલાતો દેખાશે.

રશ્મિકા કેસમાં પોલીસે કરી હતી કાર્યવાહી

તમને જણાવી દઈએ કે, રશ્મિકા મંદન્નાના DeepFake વીડિયો મામલે દિલ્હી પોલીસે 10 નવેમ્બરે FIR દાખલ કરી હતી. જે બાદ 15 નવેમ્બરે આરોપીને શોધી કાઢ્યા હતા. દિલ્હી પોલીસના IFSO યુનિટે બિહારના 19 વર્ષીય યુવકની અટકાયત કરી તેની પૂછપરછ કરી છે.

Related posts

કાર્તિક આર્યનની હીટ ફિલ્મ ભૂલ ભૂલૈયાને લઈને મોટા સમાચાર આવ્યા સામે, આ સમયે થશે ફિલ્મ રીલીઝ 

Navbharat

ગુજરાતમાં ફિલ્મફેર ફીવર; 28મી જાન્યુઆરીના રોજ ભવ્ય કાર્યક્રમ યોજાશે

Navbharat

સોની સબની વાગલે કી દુનિયા 3 વર્ષ પૂરા થયા અમદાવાદની મુલાકાત લેતા, શોના કલાકારો માનસિક સ્વાસ્થ્ય વગેરે જેવા સામાજિક મુદ્દાઓ પર ધ્યાન આપે છે જેનો શોમાં સામનો કરવામાં આવ્યો છે

Navbharat