NavBharat
Politics/National

મધ્યપ્રદેશ બાદ ભાજપ દ્વારા આજે રાજસ્થાનમાં નવા સીએમને લઈને લેવાશે નિર્ણય

ભાજપે ત્રણ રાજ્યો પૈકી ગઈકાલે મધ્યપ્રદેશમાં સીએમનું નામ એનાઉન્સ કર્યા બાદ રાજસ્થઆનમાં આ નિર્ણય લેવાશે. એમપી-છત્તીસગઢની જેમ ભાજપ અહીં પણ આશ્ચર્યજનક નામની જાહેરાત બાદ બની શકે છે કે, રાજસ્થાનમાં પણ કોઈ આશ્ચર્યજનક નામની જાહેરાત કરવામાં આવી શકે છે. રાજસ્થાનમાં વસુંધરા રાજે કે કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને સવાલ છે. જો કે, મુખ્યમંત્રીની જાહેરાતની સાથે જ તમામની નજર વસુંધરા રાજે પર પણ રહેશે.કારણ કે અત્યાર સુધી રાજે મુખ્યમંત્રી પદની રેસમાં આગળ હતા, પરંતુ હવે મધ્યપ્રદેશમાંથી શિવરાજ સિંહનું નામ હટી જતાં તેમના સીએમ બનવાને લઈને પણ સવાલો છે. 

ખાસ કરીને આજે સાંજે બેઠકમાં આ નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી અંગેના નિર્ણયને લઈને મંગળવારે જયપુર ભાજપ કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક થશે. આ અંગે પાર્ટી દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકો રાજનાથ સિંહ, સરોજ પાંડે અને વિનોદ તાવડે જયપુર આવશે. આ બેઠક સાંજે 4 વાગ્યે શરૂ થશે, ત્યારબાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. ખાસ કરીને જાહેરાત પહેલા એવો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે, રાજસ્થાનમાં સામાન્ય વર્ગમાંથી મુખ્યમંત્રીની પસંદગી થઈ શકે છે. જેથી કેટલાક નામો પર સૌ કોઈની નજર છે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકોથી સ્પષ્ટ થઈ ગયું છે કે દિલ્હીથી આવતા નિરીક્ષકો ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીના ચહેરા અંગે ચર્ચા નહીં કરે. એટલે કે ધારાસભ્યોને તેમની પસંદગીઓ અને અભિપ્રાયો વિશે પૂછવામાં આવશે નહીં. ત્રણેય નિરીક્ષકો દિલ્હીથી લાવવામાં આવેલા નામો અંગે એક દરખાસ્ત પસાર કરશે, ત્યારબાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.

સામાન્ય વર્ગમાંથી મુખ્યમંત્રી બની શકે છે
છત્તીસગઢમાં રવિવારે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં ભાજપે ઓબીસી સમુદાયમાંથી આવતા મોહન યાદવને મુખ્યમંત્રી બનાવ્યા છે જ્યારે છત્તીસગઢમાં આદિવાસી સમુદાયના વિષ્ણુદેવ સાંઈને મુખ્યમંત્રી બનાવાયા છે. આવી સ્થિતિમાં હવે રાજસ્થાનમાં સામાન્ય વર્ગમાંથી મુખ્યમંત્રી બને તેવી શક્યતાઓ છે.

Related posts

રાહુલ ગાંધીએ વર્લ્ડ કપની હાર માટે કોને ગણાવ્યા જવાબદાર? પનોતી શબ્દ કહીને કોને માર્યો ટોણો?

Navbharat

પંચાયતી રાજ મંત્રાલય અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)નું આદાન-પ્રદાન કરવામાં આવશે, જેનો ઉદ્દેશ પાયાનાં સ્તરે નેતૃત્વ અને વ્યવસ્થાપન ક્ષમતા વધારવાનો છે

Navbharat

ચંદ્રબાબુ નાયડુએ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કેસમાં કોર્ટમાં જામીન અરજી દાખલ કરી

Navbharat