NavBharat
Tech

રાજસ્થાનમાં ભાજપની મોટી જીત બાદ સીએમ પદ માટે મંથન શરૂ, ભાજપમાં કોણ બનશે મુખ્યમંત્રી 

રાજસ્થાનમાં સીએમ પદ માટે મંથન શરૂ થઈ ગયું છે. ભારતીય જનતા પાર્ટીએ રાજસ્થાનમાં 199માંથી 115 બેઠકો જીતી છે. અહીં કોંગ્રેસને 69 બેઠકો મળી હતી, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોને કુલ 15 બેઠકો મળી હતી. હાર સ્વીકારીને અશોક ગેહલોતે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. ત્યારે હવે ભાાજપની જીત બાદ ત્યાં નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને મંથન શરુ થઈ ગયું છે. 

રાજસ્થાનમાં ભાજપની મોટી જીત બાદ સીએમ પદ માટે મંથન શરૂ થઈ ગયું છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, રાજસ્થાન ભાજપના વડા સીપી જોશી અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સહિત રાજસ્થાનના ઘણા નેતાઓ આ પદ માટે દાવો કરવાની રેસમાં છે. આ મજબૂત નેતાઓ ઉપરાંત, સીએમ પદ માટે અન્ય એક નામની જોરશોરથી ચર્ચા થઈ રહી છે અને તે છે મહંત બાલકનાથ, જેમણે નજીકની હરીફાઈ છતાં જીત મેળવી હતી.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક વખત કોંગ્રેસની સરકાર બનાવવાની અને એક વખત ભાજપની સરકાર બનાવવાની પરંપરાને બદલવા માટે રાજસ્થાન સરકારની તિજોરીઓ ખોલી હતી. કોંગ્રેસને વોટ આપવાની બાંયધરી આપવાથી માંડીને સચિન પાયલોટે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વિડિયો સંદેશા જાહેર કર્યા. રાહુલ ગાંધીથી માંડીને મલ્લિકાર્જુન ખડગેએ જયપુરમાં શિબિરો યોજી હતી, પરંતુ સરકાર ફરી ન બની શકી. જો કે, હવે ભાજપે આખરે મોટી જીત મેળવી છે. 

ખાસ કરીને રાજસ્થાનની સાથે સાથે અન્ય બે રાજ્યો કે જ્યાં ભાજપે મોટી જીત મેળવી છે ત્યારે આ બે રાજ્યોમાં પણ મુખ્યમંત્રી પદના દાવેદારોને લઈને મંથન ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ મુખ્યમંત્રી બને તેવી શક્યતા છે. 

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની ભવ્ય જીત પાછળ ઘણા કારણો છે. જ્યારે મધ્યપ્રદેશમાં મહિલાઓ અને ખેડૂતોએ ભાજપની ગેરંટી પર વિશ્વાસ વ્યક્ત કર્યો, જ્યારે રાજસ્થાનમાં હિન્દુત્વ કાર્ડે જીતનો માર્ગ ખોલ્યો. છત્તીસગઢમાં કોંગ્રેસની લોન માફી યોજના ભાજપના વચનોની સરખામણીમાં નિસ્તેજ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આ જીતની હેટ્રીકમાં મુખ્યમંત્રી પદના  દાવેદાર કોણ રહેશે અને કોણ મુખ્યમંત્રી બનશે. 

Related posts

સૌથી સસ્તું 5G સ્માર્ટફોન – POCO M6 5G INR 9,499* ની અકલ્પનીય કિંમતે લૉન્ચ થાય છે

Navbharat

Chrome વપરાશકર્તાઓને મળી રહી છે ચેતવણી? વ્યક્તિગત ડેટાથી લઈને સિસ્ટમ સુરક્ષા સુધી, બધા પર મંડરાઈ રહ્યું છે જોખમ!

Navbharat

ઈસરોએ કહ્યું, પ્રથમ ઓર્બિટ રેઇઝિંગ દાવપેચ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો

Navbharat