NavBharat
Entertainment

શરૂઆતના સપ્તાહના અંતે સારી કમાણી કર્યા બાદ સામ બહાદુરના કલેક્શનમાં ઘટાડો, એનિમલ પડી ભારે 

શરૂઆતના સપ્તાહના અંતે સારી કમાણી કર્યા બાદ સામ બહાદુરના કલેક્શનમાં ઘટાડો નોંધાયો છે જેનું બીજું કારણ એનિમલ ફિલ્મ છે. આ ફિલ્મ સામ બહાદૂર કરતા વધુ ભારે પડી રહી છે. કેમ કે, રણબીરનો અલગ અવતાર, ફિલ્મની સ્ટોરી અને બોબીના કમબેક લૂક તેમજ રાઈટર, ડીરેક્ટરથી પ્રભાવિત થયેલા દર્શકો વધુ પસંદ કરી રહ્યા છે. 

શરૂઆતના સપ્તાહના અંતે સારી કમાણી કર્યા બાદ સામ બહાદુરના કલેક્શનમાં સપ્તાહના દિવસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.વિકી કૌશલની ફિલ્મે તેની રિલીઝના પાંચમા દિવસે એટલે કે મંગળવારે  ઓછું કલેક્ન કર્યું હતું. આ કલેક્શન બુધવારે પણ ઓછું જોવા મળ્યું હતું. 

આ ફિલ્મને થિયેટરોમાં રણબીર કપૂરની ક્રાઈમ ડ્રામા એનિમલ સાથે ટક્કર કરવી પડી હતી. જ્યાં રણબીર કપૂરની ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણીનો રેકોર્ડ તોડી રહી છે ત્યારે સામ બહાદુર પણ એનિમલ સામે મજબૂત ટક્કર આપી રહી છે પરંતુ જોરદાર ટક્કર જોવા મળી રહી નથી. 

ફિલ્મના કલેક્શનનો ગ્રાફ
ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો ‘સામ બહાદુર’એ 6.25 કરોડની કમાણી કરી હતી. આ પછી ફિલ્મે બીજા દિવસે એટલે કે શનિવારે 9 કરોડનું કલેક્શન કર્યું, ત્રીજા દિવસે રવિવારે સામ બહાદુરએ 10.3 કરોડની કમાણી કરી, ત્યાર બાદ સોમવારે ચોથા દિવસે સામ બહાદુરના કલેક્શનમાં 66.02નો ઘટાડો થયો.  તેણે માત્ર રૂ. 3.5 કરોડની કમાણી કરી. હવે ફિલ્મની રિલીઝના પાંચમા દિવસે મંગળવારે કમાણીના પ્રારંભિક આંકડા આવી ગયા છે.

આ છે ફિલ્મની સ્ટોરી 
સામ બહાદુર દેશના પ્રથમ ફિલ્ડ માર્શલ સામ માણેકશાની બાયોપિક છે. આ ફિલ્મમાં વિકી કૌશલે મુખ્ય ભૂમિકા ભજવી છે. ફિલ્મને દર્શકો તરફથી ઘણો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જોકે સામ બહાદુરને ટિકિટ બારી પર રણબીર કપૂરની એનિમલ સાથે સ્પર્ધા કરવાની છે. જેના કારણે આ ફિલ્મ અપેક્ષા મુજબની કમાણી કરી શકી નથી.

Related posts

ઝોયા અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ આર્ચીઝ’નું ટ્રેલર થયું રિલીઝ, સુહાના ખાન થઈ ટ્રેન્ડ

Navbharat

રાજકુમાર રાવનો જન્મદિવસ

Navbharat

બાવળ પર વરુણ ધવન અને જાન્હવી કપૂર

Navbharat