NavBharat
Business

ADF ફૂડ્ઝ લિમિટેડે તેના Q1 દેખાવમાં સ્વતંત્ર અને સંયુક્ત એમ બંને સ્તરે સતત સુધારો નોંધાવ્યો

તૈયાર એથનિક ફૂડનું ઉત્પાદન કરતી અગ્રણી કંપનીઓ પૈકીની એક કંપની
ADF ફ્ડૂઝ લિમિટેડે 30 જૂન 2023ના અંતે પૂરા થતા ક્વાર્ટર માટે તેના નાણાકીય પરિણામોની જાહેરાત
કરી છે.
ક્વાર્ટર દરમિયાન સ્ટેન્ડએલોન રેવન્યૂ રૂ. 84.6 કરોડ હતી જે વાર્ષિક ધોરણે
17.2%ની વૃદ્ધિ દર્શાવે છે. EBITDA 24.9%ના માર્જિન સાથે રૂ. 21.2 કરોડ રહ્યો હતો
જે વાર્ષિક ધોરણે 189.3%નો વધારો દર્શાવે છે. કરવેરા બાદનો નફો વાર્ષિક ધોરણે
121.0% ટકા વધીને રૂ. 16.4 કરોડ રહ્યો હતો જે 19.3 ટકાનું માર્જિન દર્શાવે છે.
* Q1 FY24માં કન્સોલિડેટેડ રેવન્યૂ વાર્ષિક ધોરણે 15.7 % વધીને રૂ. 112.4 કરોડ રહી
હતી જ્યારે EBITDA અને કરવેરા બાદનો નફો વાર્ષિક ધોરણે અનુક્રમે 141.4% અને
92.7% વધીને રૂ.  21.કરોડ અને રૂ.  14.7 કરોડ રહ્યા હતા.
* અમારા પ્રોસેસ્ડ એન્ડ પ્રિઝર્વ્ડ ફૂડના કોર બિઝનેસમાં વાર્ષિક ધોરણે તેમજ ક્વાર્ટર
ધોરણે વૃદ્ધિ જોવા મળી છે. ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાંથી આવક ક્વાર્ટર ધોરણે અને
વાર્ષિક ધોરણે અનુક્રમે 29% અને 40% વૃદ્ધિ પામી છે.

 
મુખ્ય ઓપરેશનલ હાઇલાઇટ્સ:

* અશોકા બ્રાન્ડે દ્વિ અંકમાં વૃદ્ધિ નોંધાવવાનું ચાલુ રાખ્યું. ગયા નાણાકીય વર્ષમાં તેણે
આવકમાં રૂ. 200 કરોડની સપાટી પાર કરી હતી અને ચાલુ ક્વાર્ટરમાં પણ સારી
વૃદ્ધ નોંધાવી છે.
* અમે અમારા ન્યૂ જર્સી વેરહાઉસમાં વધુ મોટી ફ્રીઝર કેપેસિટી વિકસાવી છે જેને
કારણે અમને બજારમાં ફ્રોઝન કેટેગરીની પ્રોડક્ટ્સની માગને ઝડપથી સંતોષવામાં
મદદ મળશે.
* 3 SKUsને મોટા ડિસકાઉન્ટરમાં લિસ્ટિંગ મળ્યું છે અને અમારા 15 SKUsને UKમાં
એક સુપરમાર્કેટ ચેઇનમાં લિસ્ટિંગ મળ્યું છે- અમે આ લિસ્ટિંગની આવકની સંભાવના
બાબતે આશાવાદી છીએ.

 
કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી બિમલ ઠક્કરે પરિણામો અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે,
“અમે વધુ એક વખત ફર્સ્ટ ક્વાર્ટરના નોંધપાત્ર પરિણામો રજૂ કર્યા છે- અમે વાર્ષિક ધોરણે આવકમાં
વધારો નોંધાવ્યો છે અને ઓપરેશનલ મેટ્રિક્સમાં સુધારો કર્યો છે”
ઐતિહાસિક રીતે આપણે જોઈએ છીએ કે વર્ષના ઉત્તરાર્ધના ક્વાર્ટર ટોપ લાઇનમાં નોંધપાત્ર યોગદાન
આપે છે; જેની અસર તેના પછીના ક્વાર્ટરમાં પણ જોવા મળે છે. જો કે, આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જ
અમે ગયા નાણાકીય વર્ષનો રન રેટ હાંસલ કર્યો છે – જે અમને આ વર્ષ માટેની અમારી સંભાવનાઓ
વિશે ખૂબ જ ઉત્સાહિત બનાવે છે.
અમે અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સતત નવી સ્વાદિષ્ટ વસ્તુઓ રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ
કારણ કે અમે વૈશ્વિક ગ્રાહકોને વ્યાપકપણે સેવા આપીએ છીએ. આ ક્વાર્ટરમાં અશોકા હેઠળ નવી
પ્રોડક્ટ્સની રજૂઆત જોવા મળી. અમે ત્રીજા ક્વાર્ટરમાં અમારી ટ્રુલી ઇન્ડિયન બ્રાન્ડ હેઠળ ફ્રોઝન
પ્રોડક્ટ્સની ઇન્ટ્રોડ્યુસ કરવા માટે અમારી ક્ષમતાઓને સુધારવા પર પણ કામ કરવાનું શરૂ કર્યું.
અમારા કેટલાક SKUને મોટા ડિસ્કાઉન્ટર અને સુપરમાર્કેટ ચેઇન સાથે લિસ્ટિંગ મંજૂરી પ્રાપ્ત થઇ છે –
એ તે વાતનું પ્રમાણપત્ર છે કે ભોજનની વાત આવે ત્યારે ADF માત્ર લોકોને અધિકૃત ભારતીય
અનુભવ સાથે સેવા આપવાનો પ્રયાસ નથી કરતી પરંતુ ગુણવત્તાના ઉચ્ચતમ ધોરણો પણ જાળવી
રાખે છે. અમે અમારી પ્રોડક્ટ બાસ્કેટમાં વધારો કરવા અને અમારા શેરધારકો માટે સાતત્યપૂર્ણ પ્રદર્શન
સાથે મૂલ્ય વધારવા માટે સખત પ્રયાસ કરવાનું ચાલુ રાખીએ છીએ.

Related posts

એશિયન પેઇન્ટ્સ Q1 પરિણામો: નફો 52.5% વધીને રૂ. 1,550 કરોડ થયો

Navbharat

સેબી 28 માર્ચ સુધીમાં વૈકલ્પિક ધોરણે T+0 ટ્રેડ સેટલમેન્ટ શરૂ કરશે

Navbharat

જુલાઈ GST કલેક્શન વાર્ષિક ધોરણે 11% વધીને રૂ. 1,65,105 કરોડ થયું છે

Navbharat