NavBharat
Gujarat

માંડવી બીચ ખાતે સરકારી જમીન પર આવેલ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી

માંડવી બીચ ખાતે સરકારી જમીન પર આવેલ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર અમિત અરોરાના‌ માર્ગદર્શન હેઠળ ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી.

 
 કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ માંડવી પ્રાંત અધિકારી અર્શ હાશ્મી, મામલતદારશ્રી વિનોદ ગોકલાણી, માંડવી નગરપાલિકા અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રીતે માંડવી બીચ ખાતે સરકારી જમીન પર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 
        કચ્છ જિલ્લા વહીવટીતંત્રે આજ વહેલી સવારથી ૧૨ જેટલા કન્ટેનર તથા ૧૩૭ જેટલા નાના-મોટા દુકાનો લારી ગલ્લા વોટર સ્પોર્ટ્સને લગતી દબાણ દૂર કરવાની કાર્યવાહી આરંભી હતી. પશ્ચિમ  કચ્છ પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડિયાની આગેવાની હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
 
        આ કાર્યવાહીમાં કોઈ અણ બનાવ ન બને તેમજ ઇલેક્ટ્રિસિટીનો અકસ્માત ન બને તે માટે સૌપ્રથમ વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે. દબાણકર્તાઓની ચીજ વસ્તુનું નુકસાન ન થાય તે માટે અગાઉથી ત્રણ દિવસ પહેલા મામલતદારની ટીમ દ્વારા રૂબરૂ જઈને દબાણ દૂર કરવા બાબતથી વાકેફ કરવામાં આવ્યા હતા તથા ઓટોરિક્ષામાં તે બાબતનું લાઉડ સ્પીકર દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું હતું.
 
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિવિધ બીચ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. ખાસ કરીને અગાઉ દ્વારકા બેટ દ્વારકા ની અંદર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું હતું. જ્યાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત સૌરાષ્ટ્રના બીચો ઉપરના દબાણ દૂર કર્યા બાદ કચ્છમાં પણ માંડવી ખાતે બીચ પર અનેક દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખાસ કરીને શહેરો તેમજ રસ્તાના ભાગે જ નહીં પરંતુ બીચ પર પણ દબાણો કરાતા આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી આગામી સમયમાં સતત ચાલુ પણ રહેતી જોવા મળી રહી છે. ત્યારે કચ્છમાં પણ આ કાર્યવાહી માંડવી બીજ ખાતે કરવામાં આવી હતી. 

Related posts

એઝેડએ ફેશન્સે અમદાવાદમાં પોતાની ભવ્યતાનું અનાવરણ કર્યું 10,000 ચોરસ ફૂટનું ફેશન હેવન તૈયાર!

Navbharat

અમદાવાદ જિલ્લામાં 80થી વધુ ગામડાંઓમાં ફરી સંકલ્પ યાત્રા, 38000થી વધુ લોકોએ લીધા શપથ, 20,000થી વધુ લોકોએ હેલ્થ ચેકઅપ કરાવ્યું

Navbharat

ગરબાના સમાવેશ સાથે હવે દેશના ઉત્સવો, મેળાઓ, પરંપરાઓ, નૃત્યો મળી 15 સાંસ્કૃતિ વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં

Navbharat