ચેન્નાઈમાં વરસાદ, વાવાઝોડાના કારણે અનેક લોકો ફસાતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ત્યારે તેમાં અભિનેતા વિષ્ણુ વિશાલ અને બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન પણ રેસ્ક્યુ ટીમ સાથે નજરે પડ્યા હતા. જેમને રેસ્ક્યુ ટીમે બહાર કાઢ્યા હતા.
ભારે વાવાઝોડાને કારણે ચેન્નાઈ શહેરમાં મુશળધાર વરસાદ થતા મોટી મુશ્કેલીઓ ઉભી થઈ છે અને સામાન્ય માણસથી લઈને મોટી હસ્તીઓ પણ આ કુદરતી આફતમાં ફસાઈ ગઈ છે. સતત મુશળધાર વરસાદને કારણે શહેરમાં દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને સાઉથના અભિનેતા વિષ્ણુ વિશાલ પણ તેમાં ફસાઈ ગયા હતા. જેમાં રસપ્રદ વાત એ છે કે તેણે શેર કરેલી તસવીરોમાં અભિનેતા આમિર ખાન પણ જોઈ શકાય છે.
તમિલ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા વિષ્ણુ વિશાલ અને બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન ચક્રવાતના કારણે પૂરના પાણીમાં વધારો થવાને કારણે ચેન્નાઈમાં ફસાયા હતા. જો કે, આ સમયે વિષ્ણુ વિશાલ સાથેની તસવીરમાં આમિર ખાનને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
થોડા સમય પહેલા વિષ્ણુ વિશાલે એક ટ્વીટ શેર કરીને ખુલાસો કર્યો હતો કે તેમના ઘરમાં પણ પૂરનું પાણી ઘૂસી ગયું છે અને તેના કારણે તેમણે ઘરમાં વીજળી અને કનેક્ટિવિટી ન હોવાની વાત જણાવીને પોતાની સમસ્યા જણાવી હતી. સરકાર પાસે મદદ માંગતી વખતે, તેમણે તેમના વિસ્તારમાં પાણીના સ્તરમાં વધારો અને તે કેવી રીતે અટવાયા તે પણ જણાવ્યું હતું.આમિર ખાન સાઉથ એક્ટર વિષ્ણુ વિશાલને ચેન્નાઈમાં પૂરમાંથી બચાવાતા કલાકારોએ ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગનો આભાર માન્યો
વિષ્ણુ વિશાલના ટ્વીટના કલાકોમાં, સરકારે જવાબ આપ્યો અને પૂરથી પ્રભાવિત અભિનેતા અને અન્ય લોકોને બચાવવા માટે બચાવ ટીમો મોકલી. આ રેસ્ક્યુ ઓપરેશનમાં વિષ્ણુ વિશાલ અને આમિર ખાન બંનેને તેમના પાણીમાં ડૂબેલા ઘરોમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વિષ્ણુ વિશાલે તેના એક્સ હેન્ડલ પર ખુલાસો કર્યો છે કે તેને ચક્રવાતના કારણે ચેન્નાઈમાં આવેલા પૂરમાંથી બચાવી લેવામાં આવ્યો છે. અમારા જેવા ફસાયેલા લોકોને મદદ કરવા માટે ફાયર અને રેસ્ક્યુ વિભાગનો આભાર