શિયાળાની ઋતુમાં ખાન પાન એવી બાબત છે કે, લોકો તેનો આનંદ માણ્યા વિના રહી શકતા નથી પરંતુ રસોડામાં આપણી પાસે રહેલી હીંગ એ સ્વાદ વધારવાની સાથે સાથે અનેક રીતે ફાયદાકારક છે. શરદીમાં રાહત આપવાની સાથે સાથે, પાચન ક્રીયા સરળ બનાવે છે. આ સાથે પણ તેના અનેક ફાયદાઓ છે.
હીંગ એ પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે કબજિયાત, ગેસ વગેરે તેનાથી દૂર થાય છે. આવી સ્થિતિમાં લોકો હીંગનું પાણી પીવાથી ઘણો ફાયદો મેળવી શકે છે. હવામાનમાં ફેરફારને કારણે શરદી, ઉધરસ અને કફથી રાહત મેળવવામાં પણ હીંગ મદદરૂપ થઈ શકે છે. આ માટે પાણીમાં હિંગ નાખીને ઘટ્ટ પેસ્ટ બનાવી છાતી પર માલિશ કરવાથી કફમાં રાહત મળે છે.
દરરોજ હીંગનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. તમે તેને પાણી સાથે ખાઈ શકો છો. આર્થરાઈટીસના દર્દીઓને તેનાથી ઘણો ફાયદો થઈ શકે છે. હીંગનું સેવન કરવાથી બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. તેમાં રહેલા કમ્પાઉન્ડ શરીરને હૃદય રોગથી પણ બચાવે છે. ખાવાનો સ્વાદ વધારવાની સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ સામે લડવામાં હિંગ અસરકારક માનવામાં આવે છે. આ સાથે જ તે ઘણી બીમારીઓ સામે લડવામાં પણ ફાયદાકારક છે. હીંગ વાસ્તવમાં ફેરુલા ફોએટીડા નામના છોડનો રસ છે જેને સૂકવીને બનાવવામાં આવે છે. તેમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે.
ખાસ કરીને હિંગની સુગંધ જેટલી આપણને તાજગી આપે છે તેટલું જ આપણા શરીર માટે પણ ફાયદાકારક છે. હીંગ ઘણી વાર ઔષધીય પદાર્થો માટે તેમજ ઘરગથ્થુ ઈલાજ માટે પણ વપરાય છે આમ એક સાથે અનેક ફાયદાઓ હીંગના છે. આમ હીંગ એ આપણા આહાર માટે જેટલી જરૂરી છે એટલી જ આપણા સ્વાસ્થ્ય માટે પણ જરુરી છે.