NavBharat
Gujarat

રાજકોટ જિલ્લામાં કલેકટરની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટર કમિટીની મહત્ત્વની બેઠક યોજાઈ

રાજકોટ જિલ્લામાં નશાબંધીને લગતા ગુનાઓ અટકાવવા, માદક દ્રવ્યોના સેવનની પ્રવૃત્તિ પર નિયંત્રણ મૂકવા તથા નાર્કોટિક્સની ગેરકાયદે હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે કલેકટર પ્રભવ જોષીની અધ્યક્ષતામાં રાજકોટ કલેકટર કચેરી ખાતે નાર્કો કો-ઓર્ડિનેશન સેન્ટર કમિટીની મહત્ત્વની મીટિંગ યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટર પ્રભવ જોષીએ કહ્યું હતું કે, મોટા ભાગે કિશોર-યુવાનો નશીલા પદાર્થોમાં સપડાતા જોવા મળે છે. ત્યારે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ નશીલા પદાર્થના રવાડે ન ચડે તેની તકેદારી શિક્ષણ વિભાગે ખાસ લેવી જોઇએ. શાળાની 100 કિમી આસપાસ તમાકુનું વેચાણ ન થવું જોઇએ. શહેરમાં ક્યાંય પણ ચરસ, ગાંજો, અફીમ, હેરોઇન જેવા નશીલા પદાર્થોનું વેચાણ થતું હોય તો તેની જાણ પોલીસ વિભાગને તાત્કાલિક કરવી જોઈએ, જેથી આ દૂષણના ભરડાને ટાળવા પોલીસ કડક કાર્યવાહી કરી શકે.

આ બેઠકમાં નાર્કોટિકસ વિશે કરેલા જન જાગૃતિના કાર્યક્રમો વિશેની વિગતો પી.પી.ટી. દ્વારા રજૂ કરાઈ હતી, જેમાં અવેરનેસ કેમ્પ, નશીલા પદાર્થોના ટ્રાફિકિંગ રૂટ, નશીલા પદાર્થોની શારિરીક–માનસિક અસર, પોલીસ વિભાગ દ્વારા પકડાતું ડ્રગ્સ અને તેને નાશ કરવાના નિયમો, વ્યસન મુક્તિ માટે નાગરિકોની ફરજ, રિહેબિલીટેશન સેન્ટર વગેરેનો સમાવેશ કરાયો હતો. આ મિટિંગમાં પોલીસ અધિક્ષક જયપાલસિંઘ રાઠોડ, અધિક નિવાસી કલેકટર ખાચર, ખેતીવાડી અધિકારી તૃપ્તિ પટેલ, આરોગ્ય અધિકારી ડો. પી.કે.સિંગ, એજયુ. ઇન્સ્પેકટર હિતેશ સોમેયા, મેહુલગીરી ગોસ્વામી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજ્યભરની ‘આદર્શ નિવાસી શાળાઓ’માં ચાલુ વર્ષે ધોરણ ૯ થી ૧૨માં કુલ ૯,૮૨૧ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો -આદિજાતિ વિકાસ નિયામક શ્રી સુપ્રિતસિંહ ગુલાટી

Navbharat

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વન ટાઈમ ઇવેન્ટમાંથી ઇન્સ્ટિટ્યૂશન બની ગઇ છે – વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

Navbharat

રાજકોટમાં પાડોશમાં રહેતા નરાધમ યુવકે તરૂણીને સોશિયલ મીડિયા થકી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું

Navbharat