NavBharat
Entertainment

KBC 15: વડોદરાના જુનિયર સ્પર્ધકે અમિતાભ બચ્ચનને પૂછ્યો તેમના ‘ક્રશ’ અંગે સવાલ તો અભિનેતાએ આપ્યો આ મજેદાર જવાબ

‘કૌન બનેગા કરોડપતિ 15’ના જુનિયર સ્પેશિયલ સેગમેન્ટના એક એપિસોડમાં હોટ સીટ પર બેઠેલા વડોદરાના બાળકે બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને તેમના ‘ક્રશ’ વિશે સવાલ પૂછ્યો હતો, જેનો બિગ બીએ મજેદાર જવાબ આપ્યો. કેબીસી 15ના જુનિયર સ્પેશિયલ સેગમેન્ટના એપિસોડ 74માં, હોસ્ટ અમિતાભ બચ્ચને ગુજરાતના વડોદરાના અત્યુક્ત બેહુરાઈનું હોટ સીટ પર સ્વાગત કર્યું હતું. તે પાંચમા ધોરણમાં અભ્યાસ કરે છે.

80 વર્ષીય અમિતાભ બચ્ચન સામે ગુજરાત વડોદરાનો અત્યુક્ત બેહુરાઈ હોટ સીટ પર બેઠો હતો. દરમિયાન બીગ બીએ પ્રેક્ષકોમાં બેઠેલી અત્યુક્તની બહેન આકૃતિને પૂછ્યું હતું કે, શું તમે અત્યુક્તના રહસ્યો શેર કરી શકો છો? ત્યારે આકૃતિએ કહ્યું કે, “કેટલીક એવી બાબતો છે જેના વિશે તમને મમ્મી-પપ્પા સાથે વાત કરવી અજીબ લાગે છે. તેણે કહ્યું કે, અત્યુક્તને સ્કૂલની ઘણી છોકરીઓ પર ક્રશ છે. તેની બહેનના આ શબ્દો સાંભળીને, અત્યુક્ત તેના હાથથી પોતાનો ચહેરો છુપાવી લે છે. ત્યારે બિગ બી આના પર કહે છે, ‘તમારો ચહેરો છુપાવશો નહીં. ઘણી છોકરીઓ તમારા પર ક્રશ ધરાવે છે. ત્યારે અત્યુક્ત કહે છે કે, મારે એ જ સ્કૂલમાં પાછું જવાનું છે, સર.

અમિતાભ બચ્ચને પોતાના ક્રશ વિશે જણાવ્યું

અભિનેતા અમિતાભ બચ્ચને સ્પર્ધકને પ્રોત્સાહિત કર્યો અને કહ્યું કે, તે ખૂબ જ સારું રમ્યો છે અને શો જોયા પછી દરેકને તેના પર ગર્વ થશે. પછી સ્પર્ધકે બિગ બીને પૂછ્યું, ‘સર, કૃપા કરીને તમારા રહસ્યો પણ શેર કરો. તમને કેટલી છોકરીઓ પર ક્રશ છે? આના પર અભિનેતાએ કહ્યું કે, ‘આ ગ્રહ પર દરેક સ્ત્રી પર આપણે ક્રશ રાખી શકીએ છીએ. તેઓ બધી સુંદર છે. તેઓ બધી સારી છે. મને અહીંની તમામ મહિલાઓ પ્રત્યે ક્રશ છે. હું સ્ત્રીઓની પૂજા કરું છું. અને, અહીંના બધા પુરુષો મારા મિત્રો છે.

Related posts

કેટરિના કૈફ બીચ પર પતિ વિક્કી કૌશલ સાથે 40 વર્ષની થઈ.

Navbharat

ડ્રામા અને હંગામો! એન્ડટીવી પર દૂસરી મા, હપ્પુ કી ઉલટન પલટન અને ભાભીજી ઘર પર હૈમાં દર્શકોને અમુક હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળશે.

Navbharat

બૉલીવુડ પ્લેબેક સિંગર રાજદીપ ચેટર્જી અને શ્રદ્ધા ડાંગર તમારી નવરાત્રિને વધુ એનર્જેટિક બનાવવા ‘દિલમાં બબાલ” સોન્ગ લઈને આવ્યા છે

Navbharat