NavBharat
Sport

SL Vs BAN: આંતરરાષ્ટ્રિય ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ ઘટના! એન્જેલો મેથ્યુઝને TimeOutના કારણે એક પણ બોલ રમ્યા વગર છોડવું પડ્યું મેદાન

આજે દિલ્હી ખાતે ICC ODI વર્લ્ડ કપ 2023ની 38મી મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. આ વચ્ચે દરમિયાન એક જોરદાર ડ્રામા જોવા મળ્યો હતો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં શ્રીલંકાની બેટિંગ દરમિયાન બેટ્સમેન એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટના કારણે કોઈ બોલનો સામનો કર્યા વિના પેવેલિયન પરત ફરવાની ફરજ પડી હતી. જણાવી દઈએ કે, બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

વાસ્તવમાં, સાદિરા સમરવિક્રમાના આઉટ થયા બાદ મેથ્યુ બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યો હતો, પરંતુ હેલ્મેટ એડજસ્ટ કરવાને કારણે તે ત્રણ મિનિટમાં બોલનો સામનો કરી શક્યો નહીં, જેના કારણે બાંગ્લાદેશી ટીમના ઓલરાઉન્ડર શાકિબ અલ હસને ટાઇમ આઉટની અપીલ કરી હતી ત્યાર બાદ મેદાન પર હાજર એમ્પાયર્સની ચર્ચા બાદ મેથ્યુને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે, મેથ્યુસે મેદાન પર લાંબા સમય સુધી અમ્પાયર સાથે દલીલ કરી, પરંતુ નિયમ મુજબ મેથ્યુઝને આઉટ જાહેર કરવામાં આવ્યો, પરંતુ બાંગ્લાદેશી ખેલાડી શાકિબે જે કર્યું તેની લોકો નિંદા કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ ખેલાડીએ ટાઇમ આઉટ થવાને કારણે પોતાની વિકેટ ગુમાવી હોય.

શાકિબે કરી હતી અપીલ

જ્યારે શાકિબ અલ હસને ટાઈમ આઉટ માટે અપીલ કરી ત્યારે અમ્પાયર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અમ્પાયરે શાકિબને પૂછ્યું કે, શું તે ખરેખર ટાઇમ આઉટ માટે અપીલ કરવા માગે છે. આના પર બાંગ્લાદેશ ટીમના અન્ય ખેલાડીઓ પણ શાકિબ સાથે સહમત થયા, જેના કારણે અમ્પાયરે તેને આઉટ આપ્યો. બાંગ્લાદેશી ટીમે જે કર્યું તે જોઈને માત્ર એન્જેલો મેથ્યુઝ જ નવાઈ પામ્યો નહતો, પરંતુ શ્રીલંકાના ડગઆઉટમાં બેઠેલા સપોર્ટ સ્ટાફના સભ્યો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

ખેલદિલી જોવા મળી ન હતી

શાકિબ અલ હસને જે કર્યું તેને રમતની ભાવના વિરુદ્ધ કહેવામાં આવી રહ્યું છે. ક્રિકેટની રમતમાં ઘણીવાર એવું જોવા મળે છે કે મેદાન પર આવ્યા પછી ખેલાડીઓ ડગઆઉટમાંથી ક્યારેક બેટ, ક્યારેક ગ્લોવ્સ તો ક્યારેક હેલ્મેટ માગે છે. આના કારણે રમતમાં વિલંબ થાય છે પરંતુ ક્યારેય એવું જોવા મળ્યું નથી કે આ માટે કોઈ અપીલ કરવામાં આવી હોય અને કોઈ ખેલાડીને આઉટ કરવાની માગ કરવામાં આવી હોય. આ કારણે તે રમતની ભાવનાની વિરુદ્ધ હોવાનું કહેવાય છે.

Related posts

IPLમાં ફરી એકવાર બધાની નજર ચેન્નાઈ સુપર કિંગ્સના થાલા તરીકે ઓળખાતા મહેન્દ્ર સિંહ ધોની પર રહેશે, પરંતુ ધોની બાદ કોણ

Navbharat

ઈન્ડોનેશિયાના બાલીમાં 210 કિલો વજન ગળા પર પડતાં ફિટનેસ ટ્રેનરનું મોત

Navbharat

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2023: ભારતે ફાઇનલમાં મલેશિયાને 4-3થી હરાવ્યું

Navbharat