NavBharat
Sport

પાકિસ્તાન સામેની મેચ પહેલા ન્યુઝીલેન્ડને મોટો ફટકો! આ ધાકડ બોલર ઇજાના કારણે નહીં રમી શકે મેચ

વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરનાર ન્યૂઝીલેન્ડની ટીમ હવે ખરાબ ફોર્મની સાથે-સાથે ખેલાડીઓની ઈજાઓથી પણ પરેશાન છે. કિવી ટીમ હાલ પોઇન્ટ ટેબલ પર 8 પોઇન્ટ સાથે નંબર 4 પર છે. વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડને ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કર્યા બાદ સેમિફાઇનલમાં પહોંચવા માટે બાકીની બે મેચ જીતવી પડશે. પરંતુ, આ વચ્ચે ટીમને એક મોટો ઝાટકો લાગ્યો છે.

કિવી ટીમે ટૂર્નામેન્ટની પ્રથમ ચાર મેચ જીતી હતી. તેણે ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને હરાવ્યા હતા. કિવી ટીમને શનિવારે (4 નવેમ્બર) પાકિસ્તાન સામે રમવાનું છે. તે પહેલા ટીમને મોટો ઝટકો લાગ્યો હતો. અનુભવી ઝડપી બોલર મેટ હેનરી ટૂર્નામેન્ટની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે.

માહિતી મુજબ, મેટ હેનરીની બહાર નીકળવાની પુષ્ટિ શુક્રવારે (3 નવેમ્બર) કરવામાં આવી હતી. બુધવારના રોજ પુણેમાં દક્ષિણ આફ્રિકા સામે ન્યુઝીલેન્ડની મેચ દરમિયાન 31 વર્ષીય હેનરીને જમણા હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. એમઆરઆઈ સ્કેનથી પુષ્ટિ થઈ હતી કે તેને ગ્રેડ બેના નીચેના ભાગમાં ઈજા છે, જેની સારવારમાં ઓછામાં ઓછા 4 સપ્તાહનો સમય લાગી શકે છે. મુખ્ય કોચ ગેરી સ્ટેડે બેંગલુરુમાં કહ્યું હતું કે, અમે તેના માટે નિરાશ છીએ. માહિતી મુજબ, ઈજાના કારણે ખેલાડી હવે ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. તેના સ્થાને કાયલ જેમિસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

જેમસન પાકિસ્તાન સામે રમવા તૈયાર

28 વર્ષીય ખેલાડી જેમિસનની ફેબ્રુઆરીમાં પીઠની સર્જરી થઈ હતી. ટિમ સાઉથીના કવર તરીકે બોલાવાયા બાદ તેણે વર્લ્ડ કપ દરમિયાન ન્યૂઝીલેન્ડ સાથે સંપૂર્ણ બે અઠવાડિયા સુધી તાલીમ લીધી હતી. સ્ટેડે કહ્યું કે, જેમિસન પાકિસ્તાન સામે શનિવારની મેચ માટે તૈયાર છે.

Related posts

નીરજ ચોપરાએ ઇતિહાસ રચ્યો, વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારત માટે ગોલ્ડ જીત્યો

Navbharat

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે T20નો મુકાબલો, અગાઉ વરસાદના કારણે રદ થઈ હતી મેચ

Navbharat

સ્ટાર સ્પોર્ટ્સે લંકા પ્રીમિયર લીગના ભારત, ઉપમહાદ્વિપ અને MENA રિઝનમાં બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ હાંસલ કર્યા

Navbharat