NavBharat
Gujarat

મોડાસાની 34 વર્ષીય પૂર્વ હોકી પ્લેયર યુવતીનું હાર્ટ એટેકથી મોત, છેલ્લા 3 મહિનામાં 10થી વધુને આવ્યો હાર્ટ એટેક!

ગુજરાતના યુવાનો-યુવતીઓમાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધી રહી છે. સરકાર અને આરોગ્ય વિભાગ આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ગરબા રમતા, લગ્નમાં ડાન્સ કરતી વખતે, ક્રિકેટ રમતાં કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ લોકોના મોતના કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે. દરમિયાન, અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં 10થી વધુ લોકોને હાર્ટ એટેકથી મોત નિપજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે મોડાસા શહેરની પૂર્વ હોકી પ્લેયર રેશ્મા ખરાડીનું હાર્ટ એટેકથી મોત થતા ભારે ગમગીની છવાઈ હતી.

મોડાસા શહેરમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નિપજતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડાસા શહેરમાં રહેતી અને પૂર્વ હોકી પ્લેયર તરીકે ગુજરાત સહીત નેશનલ કક્ષાએ જાણીતી અને શહેરના ચાર રસ્તા નજીક ફાસ્ટ ફૂડના વ્યવસાય સાથે સંકળાયેલ 34 વર્ષીય રેશ્મા ખરાડીને વહેલી સવારે 4 વાગ્યાના સુમારે હાર્ટ એટેકથી મોત નિપજતા યુવતીના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો. મોડાસા શહેર સહીત અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકથી મોતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. માત્ર 34 વર્ષીય યુવતીને હાર્ટ એટેક ભરખી જતા સમગ્ર શહેર સહિત ખેલાડીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

રાજ્યમાં સતત હાર્ટએટેકની ઘટનામાં વધારો થઈ રહ્યો છે, જેમાં પણ નાની ઉંમરના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. નાની વયે હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. હાર્ટએટેકથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બહાર આવી રહ્યા છે.

Related posts

વિજ્ઞાન ભારતી તેમજ વિજ્ઞાન ગુર્જરી દ્વારા વિદ્યાર્થીઓમાં સંશોધનાત્મક અભિગમ વિકસે તે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ની હાજરીમાં વિવિધ આયામોના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

Navbharat

ગ્રામ્ય વિસ્તારમાં દુધ સંગ્રહ અને જાળવણી માટે ગુજરાતનાં ગામડાઓમાં છેલ્લા 5 વર્ષમાં 500 દૂધઘર બન્યાં

Navbharat

કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર પટેલ સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના

Navbharat