NavBharat
Gujarat

અરવલ્લીઃ નૂતન વર્ષના દિવસે જ સાઠંબાના પ્રજાપતિ પરિવારના 22 વર્ષીય યુવકનું અકસ્માતમાં મોત, આખું ગામ હિબકે ચડ્યું

અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામે પ્રજાપતિ પરિવારના 22 વર્ષીય યુવકનું રવિવારે અકસ્માત સર્જાયા બાદ સારવાર દરમિયાન મંગળવારે મોત નીપજતાં આખું ગામ નૂતન વર્ષના દિવસે હિબકે ચડ્યું હતું. સાઠંબા ગામના 22 વર્ષીય યુવાન દીપકભાઈ રવિવારના રોજ સામાજિક કામે તેમની માતા સાથે બહારગામ ગયા હતા. દરમિયાન ત્યાંથી પરત આવતી વખતે તેમને કોઈ અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં દીપકભાઈ પ્રજાપતિ નીચે પટકાયા હતા અને તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું અને દીપકભાઈ અને તેમની માતા કાશીબેનને સારવાર અર્થે વાત્રક હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી. માહિતી મુજબ, તેમની માતાને શારીરિક ઈજાઓ પહોંચી હોવાથી તેમને વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ કરી દિપકભાઈ શામળભાઈ પ્રજાપતિને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા.

જો કે, છ બહેનોના આ ભાઈએ મંગળવારે નૂતન વર્ષના દિવસે જ સારવાર દરમિયાન દમ તોડી દેતાં સાઠંબા ગામ માટે નૂતન વર્ષનો દિવસ ગોઝારો નીવડ્યો હતો. સદગત દીપકભાઈ શામળભાઈ પ્રજાપતિ તેમના હસમુખા સ્વભાવ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શિસ્તબદ્ધ કાર્યકર્તા હોવાના કારણે તેમના મોતનો સદમો આખા ગામને લાગી ગયો હતો અને તેમની સ્મશાન યાત્રા વખતે આખું ગામ હિબકે ચડ્યું હતું. સાથે જ તહેવારની ઉજવણી માતમમાં ફેરવાઈ હતી.

Related posts

મોડાસા-શામળાજી રોડ નજીક ચાલતા જતા શખ્સ પાસેથી દારૂની 8 બોટલ મળી, સુરત ઘરે પ્રસંગ હોવાથી રાજસ્થાનથી લઈ જતો હતો

Navbharat

વિશ્વ જમીન દિવસ નિમિત્તે રાંધેજા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અધિકારી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અનુરોધ

Navbharat

જી20 ભારતનું પ્રમુખપદ

Navbharat