NavBharat
Tech

ઓપ્પો ઈન્ડિયા દ્વારા સેન્ડ-ઈન રિપેર સર્વિસ 25,000 પિન કોડ્સ સુધી વિસ્તારાઈઃ 24 કલાક રિપેર ટર્નઅરાઉન્ટ ટાઈમ (ટીએટી)ની ઘોષણા

ઓપ્પો ઈન્ડિયા દ્વારા તેના સર્વિસ સેન્ટર 3.0 સાથે આફટર-સેલ્સ સર્વિસમાં
ક્રાંતિ સર્જવામાં આવી છે, જે સાથે તેની પિક-અપ અને ડ્રોપ સેવા સાથે 25,000 પિન કોડ્સને આવરી
લેતાં ભારતભરમાં પહોંચ વિસ્તારવામાં આવી છે.
તેની સેવા પહેલના વિસ્તરણ પર બોલતાં ઓપ્પો ઈડિયાના સીએમઓ દમયંત સિંહ ખાનોરિયાએ
જણાવ્યું હતું કે, “અમે જે પણ કરીએ તેમાં ગ્રાહકો હાર્દમાં હોય છે. અમારી સ્માર્ટફોન રિપેર પિક-અપ
અને ડ્રોપ સેવા 25,000 પિન કોડ્સ સુધી વિસ્તારવામાં આવી તે દેશભરમાં ગ્રાહક સેવા પહોંચક્ષમ
બનાવવાની ખાતરી રાખવાની ઓપ્પોની સમર્પિતતા દર્શાવે છે. અમે અમારા ઉપભોક્તાઓ માટે સુવિધા
અને સંતોષનો નવો દાખલો બેસાડ્યો છે, જ્યાં તેઓ દરેક ગ્રાહક માટે ઓપ્પો અનુભવ સહજતાથી
પહોંચમાં લાવી શકે છે.”
આ કાર્યક્રમના ભાગરૂપે બ્રાન્ડે સોફ્ટવેરની સમસ્યા, સ્ક્રીન અને બેટરી ફેરબદલી, સ્પીકરને હાનિ અને
ટચસ્ક્રીનમાં બગાડ સહિત સર્વ સ્માર્ટફોનના સમારકામના 80 ટકા માટે ઝડપી 24 કલાક ટીએટી
(ટર્નઅરાઉન્ટ ટાઈમ)ની બાંયધરી આપવા માટે પ્રક્રિયા કાર્યક્ષમતાઓને પણ મજબૂત બનાવી છે.
કસ્ટમર સર્વિસ 3.0 પહેલ ગયા વર્ષે રજૂ કરાઈ હતી, જેમાં ચુનંદાં ડિવાઈસીસ માટે એક કલાકમાં
ઓનસાઈટ સમારકામ, નવી પ્રોડક્ટનું પ્રદર્શન, મફત પિક-અપ અને ડ્રોપ અને સમારકામ પર ડેબિટ /
ક્રેડિટ કાર્ડ આધારિત બેન્ક ઈએમઆઈ વિકલ્પો અને અન્ય અનેક લાભોનો સમાવેશ થાય છે. ઓપ્પો
ઈન્ડિયા પારદર્શક, અસલ સમયનાં સમારકામ પણ પૂરાં પાડશે, જેમાં ગ્રાહકો તેમનાં ડિવાઈસીસનું
ઓપ્પોના ટેક્નિશિયનો સમારકામ કરતા હોય તે પ્રત્યક્ષ જોઈ શકશે.
24 કલાક સેન્ડ-ઈન રિપેર સર્વિસ હેઠળ ગ્રાહકો ઓપ્પો ઈન્ડિયાની વેબસાઈટ પર સેન્ડ-ઈન-રિપેર ફોર્મ
સુપરત કરીને તેમના સ્માર્ટફોન માટે મફત પિક-અપ અને ડ્રોપ નિર્ધારિત કરી શકે છે. તેમણે અહીં
ડિવાઈસનો આઈએમઈઆઈ નંબર અને નોંધણીકૃત મોબાઈલ નંબર સાથે પિક-અપ સરનામું એન્ટર

કરવાનું રહેશે. ઓપ્પો ઈન્ડિયાનું 24 કલાક રિપેર ટીએટી સર્વિસ સેન્ટર પર
ડિવાઈસ પહોંચ્યા પછી શરૂ થાય છે.
ગ્રાહકોને સમારકામની પ્રગતિ વિશે માહિતગાર કરવા એસએમએસ અને વ્હોટ્સએપ થકી નિયમિત
અપડેટ્સ પ્રાપ્ત થશે. જો ડિવાઈસીસ અંતરિયાળ વિસ્તારમાંથી પિક-અપ કરાયાં હોય તો પિક-અપ,
સમારકામ અને જિલિવરી 5 અને 7 દિવસ વચ્ચે પૂર્ણ કરાશે. ઓપ્પો ઈન્ડિયાના ગ્રાહકો સેન્ડ-ઈન
રિપેર સર્વિસ મેળવવા માટે ટ્વિટર અથવા ફેસબુક પર @OPPOCareIN સાથે પણ સંદેશવ્યવહાર કરી
શકે છે.

Related posts

GE વર્નોવા અને BHEL ભારતમાં ઉર્જા સંક્રાંતિને વેગવંતી બનાવવામાં મદદ કરવા માટે વિશ્વસનીય મજબૂત ઉકેલો પૂરા પાડવા પ્રતિબદ્ધ

Navbharat

ભારતીયોમાં Xiaomi ફોનનો જબરો ક્રેઝ, માત્ર આટલા દિવસમાં વેચાઈ ગયા 30 લાખ યુનિટ!

Navbharat

ગૂગલ આસિસ્ટન્ટને AI સાથે ‘સુપરચાર્જ’ કરવામાં આવશે

Navbharat