NavBharat
Tech

ભારતમાં હાલ વેચાતા 99.2 ટકા સ્માર્ટફોન ‘મેડ ઇન ઇન્ડિયા’, 9 વર્ષ પહેલા દેશ આયાત પર નિર્ભર હતો: સરકાર

ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે મેઈડ ઈન ઈન્ડિયાને લઈને ભારત કેટલું ગંભીર છે તેનો નવીનતમ પુરાવો આપ્યો છે. મોબાઈલ ઈન્ડસ્ટ્રીમાં મોદી સરકારની સિદ્ધિની જાહેરાત કરતા અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતમાં મોબાઈલનું ઉત્પાદન માત્ર 9 વર્ષમાં 20 ગણું વધ્યું છે. તેમણે મોબાઈલ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતો સાથેની બેઠક બાદ સોશિયલ સાઈટ X પર આ માહિતી આપી હતી.

અશ્વિની વૈષ્ણવે પોસ્ટમાં લખ્યું કે, સાલ 2014માં દેશની મોબાઈલ ઈન્ડસ્ટ્રીનો 78 ટકા ભાગ આયાત પર નિર્ભર હતો અને આજે 9 વર્ષ પછી 2023માં ભારતમાં વેચાતા મોબાઈલમાંથી 99.2 ટકા મોબાઈલ ‘મેડ ઈન ઈન્ડિયા’ છે. તેમણે કહ્યું કે, આયાત પર ભારતની નિર્ભરતા ઘણી હદ સુધી ઘટી ગઈ છે. મોબાઈલ પ્રોડક્શનમાં આવી રહેલી સમસ્યાઓની સમીક્ષા કરવા માટે ઘણા અધિકારીઓ અને બ્રાન્ડ્સ સાથે એક બેઠક યોજાઈ હતી, ત્યારબાદ અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, મોબાઈલ સેક્ટરની આ વૃદ્ધિએ માત્ર સ્થાનિક ઉત્પાદન ઈકોસિસ્ટમને જ મજબૂત બનાવ્યું તેમ નથી પરંતુ, વિદેશી આયાત પર ભારતની નિર્ભરતા ઘટાડવામાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ ગૂગલે પોતાના Pixel ફોન વિશે કહ્યું છે કે આ ફોન ભારતમાં જ બનાવવામાં આવશે. ભારતમાં વેચાતા Pixel ફોન ભારતમાં જ બનશે. આ પહેલા, Apple, Samsung, Realme, Xiaomi, Oppo, Vivo અને OnePlus જેવી ઘણી બ્રાન્ડ ભારતમાં તેમના ફોનનું ઉત્પાદન કરી રહી છે.

Related posts

ગૂગલે ભારતમાં તેના આ સ્માર્ટફોન્સમાં લોન્ચ કર્યું અનોખું ફીચર્સ! જે કાર અકસ્માતમાં મોકલશે એલર્ટ!

Navbharat

જેટસિંથેસિસના ગ્લોબલ મ્યુઝિક જંકશન (GMJ)એ હરિયાણવી સેન્સેશન સપના ચૌધરી સાથે એક્સક્લુસિવ સોદા પર હસ્તાક્ષર કર્યા

Navbharat

કોન્ગા રેવન્યુ લાઇફસાઇકલ ક્લાઉડ સાથે ટ્રાન્સફોર્મેટિવ ગ્રોથ માટે કોંગા સેટ

Navbharat