NavBharat
Gujarat

મોડાસા-શામળાજી રોડ નજીક ચાલતા જતા શખ્સ પાસેથી દારૂની 8 બોટલ મળી, સુરત ઘરે પ્રસંગ હોવાથી રાજસ્થાનથી લઈ જતો હતો

અરવલ્લી જિલ્લા પોલીસવડા શૈફાલી બારવાલે દિવાળી પર્વમાં દારૂની રેલમછેલને અટકાવવા પોલીસતંત્રને શખ્ત કાર્યવાહીના આદેશ આપ્યા છે. જિલ્લા પોલીસ તંત્ર પણ આ હેઠળ સતત કાર્યવાહી કરીને દારૂનો જથ્થો ઝડપી રહી છે. આ હેઠળ મોડાસા ટાઉન પોલીસે હેડક્વાટર નજીકથી પસાર થતા એક શખ્સને બાતમીના આધારે ઝડપી પાડી તેની પાસે રહેલા થેલામાંથી વિદેશી દારૂની 8 બોટલ જપ્ત કરી હતી. દારૂ સાથે ઝડપાયેલ શખ્સ સુરત ઘરે પ્રસંગ હોવાથી રાજસ્થાનના ઠેકા પરથી અલગ-અલગ બ્રાન્ડની બે બે બોટલ લીધી હોવાનું પોલીસ પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી.

મોડાસા ટાઉન પોલીસે મોડાસા-શામળાજી રોડ પર હેડક્વાર્ટર નજીક શામળાજી તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ હાથધરતા શામળાજી-મોડાસા રોડ પરથી ચાલતા પસાર થતા એક શખ્સના થેલામાં વિદેશી દારૂ હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસ રોડ પરથી પસાર થતા શંકાસ્પદ શખ્સને અટકાવી તેની તપાસ કરી હતી. દરમિયાન, તેની પાસે રહેલા થેલામાંથી વિદેશી દારૂની બોટલ નંગ-8 જેની કિંમતર અંદાજે રૂ. 8000/- જેટલી થયા છે મળી આવી હતી.

આ મામલે પોલીસે દારૂ સાથે ઝડપાયેલ પ્રેમસિંગ મનોહરસિંગ રાજપૂત (રહે. ગોગુન્દા પંથક-રાજસ્થાન) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. દારૂ સાથે ઝડપાયેલ શખ્સે સુરત તેના ઘરે પ્રસંગ હોવાથી પાર્ટી કરવા દારૂ લીધો હતો તેમ જણાવ્યું હતું. આરોપીએ વધુમાં કહ્યું કે, ગાજણ સુધી ખાનગી વાહનમાં મુસાફરી કર્યાં બાદ ત્યાં ઉતર્યા પછી કોઈએ વાહનમાં નહીં બેસાડતા ચાલતો ચાલતો મોડાસા બસ સ્ટેન્ડ તરફ નિકળ્યો હોવાનું જણાવ્યું હતું.

Related posts

ગુજરાતમાં આવતીકાલે તા.૧૬ ઓક્ટોબરે ‘Large Scale Testing of Cell Broadcast’ અંતગર્ત

Navbharat

ગુજરાત દિપોત્સવી અંક-૨૦૭૯નું વિમોચન કરતાં મુખ્યમંત્રીશ્રી

Navbharat

આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માટે રાજ્ય સરકારનો વધુ એક માનવીય અભિગમ: શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર

Navbharat