NavBharat
Business

લગ્નસરાની સિઝન વચ્ચે સોનાના ભાવોમાં તેજીનો માહોલ, 64,063 પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ

સોના અને ચાંદીના તેજીનો માહોલ સતત જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને દિવાળી બાદ સોનાના ભાવોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ ભાવોમાં વધારો બરકરાર જોવા મળી રહ્યો છે. 

સોમવારે સાંજે સોનાનો વાયદો રૂ. 63,490 પ્રતિ 10 ગ્રામના વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ત્યારે બની શકે છે આ ભાવોની આસપાસ આગામી સમયમાં પણ સોનાના ભાવો જોવા મળી શકે છે. 

સોમવારે સાંજે, 5 ફેબ્રુઆરી, 2024 ના રોજ ડિલિવરી માટેનું સોનું MCX એક્સચેન્જ પર 0.21 ટકા અથવા રૂ. 133ના વધારા સાથે રૂ. 63,490 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. તે ટ્રેડિંગ દરમિયાન રૂ. 64,063 પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તે જ સમયે, ચાંદીના સ્થાનિક ભાવમાં ઘટાડો જોવામાં આવ્યો છે.

બીજી તરફ લગ્ન સરાની સિઝન ચાલી રહી છે ત્યારે દિવાળી બાદ આ ભાવોમાં સતત વધારો જોવા મળ્યો છે. સોના ઉપરાંત ચાંદીના સ્થાનિક વાયદાના ભાવમાં સોમવારે ઘટાડો જોવા મળ્યો હતો. એમસીએક્સ એક્સચેન્જ પર, 5 માર્ચ, 2024ના રોજ ડિલિવરી માટે ચાંદી રૂ. 77,686 પ્રતિ કિલોના સ્તરે ટ્રેડ થતી જોવા મળી હતી. 

સોમવારે સાંજે સોનાનો વાયદો રૂ. 63,490 પ્રતિ 10 ગ્રામના વધારા સાથે ટ્રેડ થતો જોવા મળ્યો હતો. તે આજે ટ્રેડિંગ દરમિયાન રૂ. 64,063 પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. બીજી તરફ ચાંદીનો વાયદો રૂ. 401ના ઘટાડા સાથે રૂ.77,686 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સોનાનો વાયદો રૂ. 64,063 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ચાંદી 77,686 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે કારોબાર કરતી જોવા મળી હતી. ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં વધારો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સોમવારે સ્થાનિક સોનાના ભાવ નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા.  

Related posts

વોલમાર્ટે ટાઇગર ગ્લોબલનો ફ્લિપકાર્ટ હિસ્સો $1.4 બિલિયનમાં ખરીદ્યો

Navbharat

નવેમ્બર ઓટોમોબાઈલ ક્ષેત્રની કંપનીઓને ખૂબ ફળ્યો, જાણો કેટલું થયું વેચાણ 

Navbharat

ICICI બેંકના શેર આજે એક્સ-ડેટ ટ્રેડ થશે

Navbharat