NavBharat
Gujarat

અરવલ્લીમાં પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનાલયમાંથી ગેસની બોટલ ચોરી કરતી બિલ્લા ગેંગના 5 સભ્યની ધપપકડ, 16 બોટલ જપ્ત

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસતંત્ર વણઉકેલ્યા ગુન્હાના ભેદને ઝડપથી ઉકેલી નાખી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી રહી છે. અરવલ્લી-સાબરકાંઠા જિલ્લાની  પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનાલયની રૂમમાંથી ગેસ સિલિન્ડર ચોરી કરતી બિલ્લા ગેંગના 5 આરોપીઓને એલસીબી પોલીસે દબોચી લઇ ચોરી કરેલ 16 ગેસ સિલિન્ડર અને રિક્ષા સહીત કુલ 2.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઘરફોડ ચોરીના 10 ગુન્હાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને ગેંગમાં સામેલ અન્ય 5 આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

અરવલ્લી જિલ્લા એલસીબી પીઆઇ કે.ડી.ગોહિલ અને તેમની ટીમને પ્રાથમિક શાળા અને આંગણવાડીના મધ્યાહ્ન ભોજનાલયમાંથી ગેસની બોટલની ચોરી કરતી ગેંગમાં સરૂરપૂર ગામનો મેહુલ રમણ પગી અને મોડાસાની ડુંગરી વિસ્તારમાં રહેતો અલ્પિત ભરત રાવળ સામેલ હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલિસે તાબડતોડ સરુરપુર મેહુલ પગીના ઘરે ત્રાટકતા તેના ઘરમાં અડ્ડો જમાવી બેઠેલ બિલ્લા ગેંગનો મુખિયા હુસેન ઉર્ફે બિલ્લો યાસીન ભટ્ટી, સુનિલ કાંતી ખાંટ, અલ્પિત ભરત રાવળ અને મીતેશ શિવા તરાળને દબોચી લઇ આગવી ઢબે પૂછપરછ કરતા ઘરમાં સંતાડેલ 16 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. 

ઉપરાંત, ગેસ બોટલ ચોરીમાં સંડોવાયેલ વનરાજ જ્યંતી ચૌહાણ, સંજય નરસિંહ ખાંટ, રાકેશ ઠાકોર સહિતનાઓએ અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાંથી ચોરી કરી હોવાનું તેમ જ વન પ્લસ મોબાઈલ અને જંબુસર મંદિર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી કુલ રૂ. 2.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 5 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ બિલ્લા ગેંગના અન્ય 5 ઘરફોડ ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 

Related posts

દિવાળી પહેલા ઓક્ટોબર માસમાં રાજ્યના 72 લાખથી વધુ NFSA કુટુંબોને અનાજ વિતરણ કરાયું: પુરવઠા મંત્રી

Navbharat

૭૭મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણી: ૨૦૨૩-વલસાડ

Navbharat

‘વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ સુરત’

Navbharat