NavBharat
Business

400 ટાટા મોટર્સ સ્ટારબસ ઈવી સાથે દિલ્હીની આગેકૂચ

સન્માનનીય લેફ્ટેનન્ટ ગવર્નર અને સન્માનનીય મુખ્ય મંત્રી દ્વારા ભારતના સૌથી વિશાળ ઈ-બસ

ડિપ્લોયમેન્ટનું ઉદઘાટન

ટાટા મોટર્સે રાષ્ટ્રભરમાં 1000 ઈ-બસના પુરવઠાનું સીમાચિહન હાંસલ કર્યું

ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સે 12 વર્ષના સમયગાળા માટે 1500 લો-ફ્લોર, એર-
કંડિશન્ડ ઈલેક્ટ્રિક બસોનો પુરવઠો, જાળવણી અને સંચાલન કરવા માટે ડીટીસી પાસેથી તેના વિશાળ ઓર્ડરના ભાગરૂપે તેની સબસિડિયરી ટીએમએલ
સીવી મોબિલિટી સોલ્યુશન્સ લિ. થકી દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (ડીટીસી)ને 400 અત્યાધુનિક સ્ટારબસ ઈવી બસોનો પુરવઠો કર્યો છે. મેક ઈન્ડિયા
અને આત્મનિર્ભર ભારત પહેલોની રેખામાં આ શૂન્ય- ઉત્સર્જન બસો નવીનતમ વિશિષ્ટતાઓથી સુસજ્જ અને એડવાન્સ્ડ બેટરી સિસ્ટમ્સ દ્વારા પાવર્ડ
ભાવિ પેઢીના આર્કિટેક્ચર પર ઘરઆંગણે નિર્માણ કરાઈ છે. તે દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં સુરક્ષિત, આરામદાયક અને સુવિધાજનક પ્રવાસ
પૂરો પાડવા માટે તૈયાર કરાઈ છે. આ ડિપ્લોયમેન્ટ સાથે ટાટા મોટર્સે દેશભરમાં 1000 ઈ-બસનો પુરવઠો કરવાનું નોંધપાત્ર સીમાચિહન સિદ્ધ કર્યું છે.
400 ઈ-બસનો કાફલો 5મી સપ્ટેમ્બર, 2023ના રોજ દિલ્હીના સન્માનનીય લેફ્ટેનન્ટ ગવર્નર શ્રી વિનય કુમાર સકસેના અને દિલ્હીના સન્માનનીય
મુખ્ય મંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ દ્વારા સંયુક્ત રીતે સેવામાં દાખલ કરાઈ અને લીલી ઝંડી બતાવવામાં આવી હતી. આ અવસરો હાજર રહેલા અન્ય
મહેમાનોમાં દિલ્હી સરકારના કાયદો, મહેસૂલ, પરિવહન, મહિલા અને બાળ વિકાસ, માહિતી તંત્રજ્ઞાન અને વહીવટી સુધારણાના મંત્રી શ્રી કૈલાશ
ગેહલોટ, દિલ્હી સરકારના ચીફ સેક્રેટરી આઈએએસ શ્રી નરેશ કુમાર, દિલ્હી સરકારના કમિશનર- કમ- પ્રિન્સિપાલ સેક્રેટરી (પરિવહન) શ્રી આશિષ કુંદ્રા
અને ડીટીસીના મેનેજિંગ ડાયરેક્ટર આઈએએસ શ્રીમતી શિલ્પા શિંદે હાજર હતાં.
શૂન્ય- ઉત્સર્જન અને શાંત ઈલેક્ટ્રિક બસોના આ કાફલાનો ઉમેરો આવકારતાં ડીટીસીનાં મેનેજિંગ ડાયરેક્ટર આઈએએસ શ્રીમતી શિલ્પા શિંદેએ જણાવ્યું
હતું કે, “ડીટીસી દિલ્હીના નાગરિકોને કાર્યક્ષમ, કિફાયતી અને વિશ્વસનીય માર્ગ પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. 400 ઈલેક્ટ્રિક બસનો
આ ઉમેરો માસ મોબિલિટીને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં સુરક્ષિત, સ્માર્ટ અને હરિત બનાવશે. તૈયાર પહોંચ, વધુ આરામ અને ઉત્તમ સુવિધા
પ્રવાસીઓને પૂરી પાડવા ઉપરાંત આ ભાવિ પેઢીની બસો શહેરની હવાની ગુણવત્તા સુધારવાના અમારા એકત્રિત પ્રયાસમાં પણ યોગદાન આપશે.”
આ અવસરે બોલતાં ટીએમએલ સીવી મોબિલિટી સોલ્યુશન્સ લિમિટેડના ચેરમેન શ્રી અસીમ કુમાર મુખોપાધ્યાયે જણાવ્યું હતું કે, “અમને માસ
મોબિલિટીને હરિત અવાજરહિત અને ઉત્સર્જન મુક્ત બનાવવાના તેના દીર્ઘદ્રષ્ટા અને પ્રગતિશીલ અભિગમમાં ડીટીસી સાથે ભાગીદારી કરવાની ખુશી
છે. આ 400 ઈ-બસ દાખલ કરતાં ડીટીસી સાથે અમારો દાયકા લાંબો સંબંધ વધુ મજબૂત બન્યો છે. અમે ઈ-બસ કાફલાને ચાર્જ, જાળવણી અને
આસાનીથી સંચાલન કરવા માટે દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં ચુનંદા ડેપો ખાતે અત્યાધુનિક એનેબલિંગ ઈકોસિસ્ટમ્સ સ્થાપિત કરી છે. અમે
દિલ્હીમાં જાહેર પરિવહનને સ્વચ્છ, સક્ષમ, સુરક્ષિત, આરામદાયક, સુવિધાજનક અને ઊર્જા કાર્યક્ષમ બનાવવાની આકાંક્ષા પરિપૂર્ણ કરવા માટે
તબક્કાવાર રીતે ડીટીસીને 1100થી વધુ ઈ-બસોનો પુરવઠો કરીને ડીટીસી સાથે અમારો સહયોગ વધુ મજબૂત બનાવવા ઉત્સુક છીએ.”
ટાટા સ્ટારબસ ઈવી અત્યાધુનિક ઈ-બસ છે, જે શહેરી પ્રવાસ માટે નવાં સીમાચિહનો સ્થાપિત કરે છે. તેની ફુલ- ઈલેક્ટ્રિક ડ્રાઈવટ્રેન સાથે આ
અત્યાધુનિક વાહન ઊર્જા ઉપભોગ મહત્તમ બનાવીને ઓછો ઊર્જા ઉપયોગ અને સંચાલન ખર્ચમાં પરિણમે છે. તે બોર્ડિંગમાં આસાની, આરામદાયક બેઠક
અને ડ્રાઈવર અનુકૂળ કામગીરીઓ જેવી વિશિષ્ટતાઓ આપવા સાથે શૂન્ય ઉત્સર્જનની ખાતરી રાખે છે. ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, ઈલેક્ટ્રિક બ્રેક
ડિસ્ટ્રિબ્યુશન, એર સસ્પેન્શન, ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (આઈટીએસ), પેનિક બટન તથા અન્ય આધુનિક વિશિષ્ટતાઓથી સમૃદ્ધ તે પ્રવાસીઓના
આરામ અને સુરક્ષાને અગ્રતા આપે છે. આ ઈલેક્ટ્રિક બસ સ્વચ્છ જાહેર પરિવહન પ્રત્યે કટિબદ્ધતાનું દ્યોતક છે અને શહેરી પ્રવાસીની પરિવહનની જરૂરતો
માટે આદર્શ પસંદગી છે.

About Tata Motors
Part of the USD 128 billion Tata group, Tata Motors Limited (BSE: 500570 and 570001; NSE: TATAMOTORS and TATAMTRDVR), a USD 42 billion organization, is a leading
global automobile manufacturer of cars, utility vehicles, pick-ups, trucks, and buses, offering an extensive range of integrated, smart, and e-mobility solutions. With
‘Connecting Aspirations’ at the core of its brand promise, Tata Motors is India’s market leader in commercial vehicles and ranks among the top three in the passenger vehicles
market.
 
Tata Motors strives to bring new products that captivate the imagination of GenNext customers, fueled by state-of-the-art design and R&D centres located in India, the UK, the
US, Italy, and South Korea. By focusing on engineering and tech- enabled automotive solutions catering to the future of mobility, the company’s innovation efforts are focused
on developing pioneering technologies that are both sustainable and suited to the evolving market and customer aspirations. The company is pioneering India's Electric
Vehicle (EV) transition and driving the shift towards sustainable mobility solutions by developing a tailored product strategy, leveraging the synergy between Group companies
and playing an active role in liaising with the Government of India in developing the policy framework.
With operations in India, the UK, South Korea, Thailand, South Africa and Indonesia, Tata Motors markets its vehicles in Africa, the Middle East, Latin America, Southeast
Asia, and the SAARC countries. As of March 31, 2023, Tata Motors’ operations include 88 consolidated subsidiaries, two joint operations, three joint ventures, and numerous
equity-accounted associates, including their subsidiaries, over which the company exercises significant influence.
Media Contact Information: Tata Motors Corporate Communications:

Related posts

સર્વિ સના ઉના નવા સંશોસં શોધન મુજમુ બ, ભા રતની સ્કિ લની ખો ટને દૂર કરવા મા ટે AI અને ઓટો મેશમે નમાં 16.2 મિ લિ યન કા મદા રો ને અપગ્રેડ અને પુનઃપુ નઃકુશળ બના વવા ની જરૂર છે

Navbharat

ટાટા મોટર્સ IPO-બાઉન્ડ ટાટા ટેકમાં 9.9% હિસ્સો વેચે છે.

Navbharat

આગામી I.P.O.

Navbharat